Get The App

ભારતના પૂર્વ ફાસ્ટર બોલરે વિરાટ-કોહલીને આપી સલાહ, 'બને એટલું જલદીથી જલદી ગંભીર..'

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ભારતના પૂર્વ ફાસ્ટર બોલરે વિરાટ-કોહલીને આપી સલાહ, 'બને એટલું જલદીથી જલદી ગંભીર..' 1 - image

Ashish Nehra Give Advice To Virat Kohli: શ્રીલંકા પ્રવાસની સાથે ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સીરિઝ અને 2 ઓગસ્ટથી ત્રણ વનડે મેચ રમાશે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વનડે સીરિઝમાં રમતા જોવા મળશે. મનાઈ રહ્યું હતું કે, T20 વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન રોહિત અને વિરાટ ટુર્નામેન્ટમાંથી લાંબો બ્રેક લેશે પરંતુ પછી બંનેએ પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. શ્રીલંકા સીરિઝની શરૂઆત પહેલા ભારતના પૂર્વ ઝડપી બોલર આશિષ નેહરાએ રોહિત અને વિરાટને મહત્ત્વની સલાહ આપી છે. 

આ પણ વાંચો: શ્રીલંકા સામેની મેચ પહેલાં જ સૂર્યકુમારનો VIDEO વાયરલ થતાં પોલ ખુલી... પ્લાન થઈ ગયો લીક

રોહિત-કોહલી શક્ય એટલું ઝડપથી ગંભીર સાથે હળીમળી જાય 

નેહરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તાજેતરમાં T20 વર્લ્ડકપ જીત્યા બાદ 'રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે તેવું જણાઈ રહ્યું હતું, પરંતુ હવે તેઓ શ્રીલંકા સામેની વનડે સીરિઝ રમી રહ્યા છે. ગૌતમ ગંભીર ટીમના નવા કોચ છે. ડ્રેસિંગ રૂમમાં બંને ગંભીર સાથે શક્ય એટલું ઝડપથી હળીમળી જાય એટલું સારું, પછી ભલે તમે એકબીજાને ઘણાં વર્ષોથી જાણતા હોય. ઘણી વખત એવું બને છે કે વર્લ્ડકપ રમ્યા પછી તમે સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગો છો. ક્યારેક તેમાં થોડી ખીચડી પણ રંધાય જાય છે. સફેદ બોલ ક્રિકેટ માટે ભારત પાસે ઘણાં ખેલાડીઓ ઉપલબ્ધ છે. યુવા ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે જેટલો વધુ સમય વિતાવશે તેટલું તેમના માટે સારો રહેશે.'

ઉમર વધવાની સાથે યુવા બેટરની સાથે આગળ રહેવું પડકારજનક રહેશે

ગંભીરે હાલમાં કહ્યું હતું કે, જો 37 વર્ષીય રોહિત અને 35 વર્ષીય કોહલી ફિટ રહેશે તો તેઓ 2027ના વર્લ્ડકપમાં ભારત માટે રમી શકે છે. નેહરાએ તેના પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે, આ વિચાર સારો છે પરંતુ બંને ખેલાડીએ પોતાની ઉમર વધવાની સાથે યુવા બેટરની સાથે પોતાની જાતને આગળ રાખવાનો પડકાર રહેશે. જે બંને કેટલા જુસ્સાદાર અને મોટિવેટેડ રહેશે તેના પર નિર્ભર કરે છે. પરંતુ રોહિત અને વિરાટના કિસ્સામાં આ કોઈ સમસ્યા નથી. તેઓ આ રીતે જ પોતાની કારકિર્દીમાં આ તબક્કે પહોંચવામાં સફળ રહ્યા હતા. પરંતુ જેમ ઉંમર વધશે તેમ શુભમન ગિલ, સાઈ સુદર્શન જેવા ખેલાડીઓ પણ સારો દેખાવ કરતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: IND vs NEP : નેપાળને હરાવી ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી, પાકિસ્તાનની પણ ખોલી કિસ્મત

નેહરાએ આગળ જણાવ્યું હતું કે, કોઈ પણ ક્રિકેટર નિવૃત્તિ લેવા નથી માંગતો. પરંતુ વધતી ઉમર સાથે તે પોતાની શરીરની સીમાઓને સ્વીકારી લે છે. હું જીવનભર 18 વર્ષનો જ રહેવાનું જ પસંદ કરીશ. હું ક્યારેય નિવૃત લેવા નહી માંગું. જો તમે ગૌતમ ગંભીરને પૂછશો કે, શું તમારું શરીર ફિટ છે, શું તમે હજુ રમવા માંગશો. તેનો જવાબ હેશે, હા હું તૈયાર છું. હું સાઈ સુદર્શન જેવા કોઈ ખેલાડીની જગ્યાએ રમીશ. પરંતુ હકીકતમાં તમારી ઉંમર વધે છે. ચાર વર્ષ ઘણો લાંબો સમય છે. બંનેનો આગામી વર્લ્ડકપ રમવાનો વિચાર શાનદાર છે. જો તે કરી શકાતું હોય તો આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે.


Google NewsGoogle News