ટીમ ઈન્ડિયાનો ગબ્બર 'ગર્લફ્રેન્ડ' સોફી સાથે બાબા બાગેશ્વરની શરણે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યા વખાણ
Shikhar dhawan-Sophie shine: ટીમ ઈન્ડિયાનો ગબ્બર હાલમાં પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. ધવને લગભગ કન્ફર્મ કરી દીધું છે કે તે સોફી શાઈનને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં આ બંને ઘણી વખત એકસાથે જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ધવન સોફી સાથે શ્રી બાગેશ્વર બાલાજી સનાતન મઠ મુંબઈ પહોંચ્યો છે અને બાલાજી સરકારના આશીર્વાદ લીધા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂર્વ ક્રિકેટરને મંચ પર બોલાવીને ક્રિકેટમાં તેના યોગદાન અને હવે જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા બદલ તેની પ્રશંસા કરી.
ગબ્બર 'ગર્લફ્રેન્ડ' સોફી સાથે બાબા બાગેશ્વરની શરણે
શિખર ધવનની સાથે તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈને પણ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિખર ધવનનું ભગવા રંગની પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું. ત્યારબાદ પૂર્વ ક્રિકેટરે સોફી સાથે અહીં સ્થિત પારદ શિવલિંગની પૂજા પણ કરી.
Shikhar Dhawan with Acharya Dhirendra Krishna Shastri, Bageshwar Dham Sarkar.@SDhawan25 pic.twitter.com/6vu3UPqOaR
— Kisna.ramilaben 🐦 (@Kisna179) April 15, 2025
શિખર ધવન અને ધીરેન્દ્ર શાસ્ત્રી ક્રિકેટ રમ્યા
આ દરમિયાન શિખર ધવન અને ધીરેન્દ્ર શાસ્ત્રી ક્રિકેટ પણ રમ્યા. ધવને પહેલા બેટિંગ કરી અને એક બોલ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂર્વ ક્રિકેટરને બોલ્ડ કરી દીધો. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ બેટિંગ કરી અને ધવનના બોલ પર કેટલાક શોટ ફટકાર્યા. બોલ્ડ થયા બાદ પંડિતજી ધવન પાસે ગયા અને મજાકમાં કહ્યું કે, તે તો નો બોલ હતો. બધાએ આ મેચનો ખૂબ આનંદ માણ્યો.
કોણ છે ગબ્બરની ગર્લફ્રેન્ડ શોફી સાઈન?
શિખર ધવન થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં હતો, જ્યારે તેને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું નામ નહીં કહીશ પણ આ રૂમમાં બેઠેલી સૌથી સુંદર છોકરી મારી ગર્લફ્રેન્ડ છે. તે સમયે સોફી શાઈન ત્યાં જ હતી. જોકે આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હવે તો ધવને તેની સાથે પોતાના ઘરે એક રીલ પણ બનાવી અને શેર કરી.
આ પણ વાંચો: રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો નિર્ણય
શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી શાઈન આયર્લેન્ડની નિવાસી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં યોજાયેલી ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે ધવન સાથે આવી હતી. ત્યારબાદ તેઓ એરપોર્ટ પર અને ઈવેન્ટમાં પણ સાથે દેખાયા હતા. બંને ઈન્સ્ટાગ્રામ પર એક બીજાને ફોલો કરે છે.