તો રોહિત શર્મા સંન્યાસ લઈ લેશે, જોકે વિરાટ પાસે હજુ સમય છે: ભારતના દિગ્ગજ ક્રિકેટરની ભવિષ્યવાણી
Rohit Sharma-Virat Kohli Retirement: ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક હાર બાદ સ્ટાર ક્રિકેટરોના ભવિષ્ય પર પણ સવાલ ઉભા થવા લાગ્યા છે. ફેન્સનો નિશાનો બે ખેલાડીઓ પર સૌથી વધારે હતો. પહેલો કેપ્ટન રોહિત શર્મા અને બીજો વિરાટ કોહલી. રોહિત શર્માને નિશાનો બનાવવાની પાછળ પણ બે કારણ છે. પહેલું- તેનું નિરાશાજનક પ્રદર્શન. બીજું- તે કેપ્ટન રૂપે ટીમને સંભાળવા માટે નાકામ રહ્યો. કદાચ આ જ કારણ છે કે, જ્યારે કૃષ્ણમાચારી શ્રીકાંતને રોહિત અને વિરાટ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમનો જવાબ અલગ-અલગ હતો. પૂર્વ કેપ્ટન શ્રીકાંતે જ્યાં રોહિતના સંભવિત સંન્યાસનો દાવો કર્યો તો વિરાટ માટે કહ્યું કે, તેની પાસે હજુ સમય છે.
સિનિયર ખેલાડીઓ પર ગુસ્સે થયાં દિગ્ગજ ખેલાડી
સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમાં કેપ્ટન રહેલાં કે. શ્રીકાંત ભારતની હાર પર ઘણાં ગુસ્સે હતાં. તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ પર એક-એક કરીને ટીમની ખામીઓ ગણાવી. વોશિંગ્ટન સુંદર જેવા યુવાઓના જોરદાર વખાણ કરનાર શ્રીકાંતે સિનિયર ખેલાડીઓને નિશાના પર લીધા હતાં. જ્યારે તેઓને રોહિત શર્માની બેટિંગ પર સવાલ કરવામાં આવ્યો તો, તેઓએ કેપ્ટનની આઉટ થવાની રીત પર ચિંતા વ્યક્ત કરી. શ્રીકાંતે કહ્યું કે, રોહિતે જે રીતે સ્લિપમાં કેચ લીધો અને પછી પુલ કરતી વખતે આઉટ થયો તે ચિંતાજનક છે.
આ પણ વાંચોઃ બર્થ ડે સ્પેશિયલ: કિંગ કોહલીના આ 8 મહારેકૉર્ડ તોડવા ભલભલા ખેલાડીઓ માટે અશક્ય
રોહિતની નિવૃત્તિ પર શું કહ્યું?
કે. શ્રીકાંતે મીડિયાની એ હેડલાઇન્સનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા મુંબઈમાં છેલ્લીવાર સાથે રમી રહ્યાં છે. શું ટીમ બદલાવના સમયમાં છે અને શું રીકંસ્ટ્રક્શન પર કામ કરવાની જરૂર છે? આ સવાલના જવાબમાં શ્રીકાંતે કહ્યું, 'બિલકુલ, 100 ટકા. તમારે આગળનું વિચારવું પડશે. મને લાગે છે કે, જો ભારત ઓસ્ટ્રેલિયામાં સારૂ પ્રદર્શન નથી કરતું તો રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ વનડે મેચ રમતો રહેશે.'
આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સીરિઝ ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે
વિરાટ પાસે હજુ સમય છેઃ શ્રીકાંત
વિરાટ કોહલીના સંન્યાસ પર પ્રશ્ન પૂછવામાં આવતાં પૂર્વ કેપ્ટને કહ્યું, 'મને લાગે છે કે, આ વિશે વાત કરવી ઉતાવળ હશે. કોહલી પાસે હજુ સમય છે. તે ઓસ્ટ્રેલિયામાં વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં તેનો દેખાવ પણ સારો રહ્યો છે.'