T20 વર્લ્ડકપ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝથી દુઃખદ સમાચાર, ગુજરાતી ક્રિકેટરના સહયોગીનું ડૂબી જતાં મોત

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Irfan Pathan Makeup Artist Faiyyaz Ansari Died


Irfan Pathan Makeup Artist Death: અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપર્વ ખેલાડી ઇરફાન પઠાણનો મેકઅપ આર્ટીસ્ટ ફૈયાઝ અંસારીનું મૃત્યુ થયું છે. આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની એક હોટલમાં બની હતી. તે સ્વિમિંગ પુલમાં તરતી વખતે ડૂબી ગયો હતો. તેના મિત્રોને તે બેભાન અવસ્થામાં મળ્યો હતો. ત્યારબાદ ફૈયાઝને હોસ્પિટલ લઇ જવાયો હતો. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તમણે જણાવી દઈએ કે ઈરફાન પઠાણ T20 વર્લ્ડકપમાં કોમેન્ટેટર તરીકે જોડાયો છે. અને ફૈયાઝ અંસારી તેની સાથે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો. પરંતુ તેનું દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેના મૃત્યુના સમાચાર તેના પરિવાર સુધી પહોંચડી દેવાયા છે.

પોતાના સલૂનમાં જ ઇરફાન સાથે મુલાકાત થઇ હતી

ફૈયાઝ ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાનો રહેવાસી છે. તેનો પરિવાર નગીના તાલુકાના કાઝી સરાય વિસ્તારમાં રહે છે. ફૈયાઝ દિલ્લીમાં પોતાનું સલૂન ચલાવતો હતો. તેના સલૂનના વખાણ સાંભળીને ઇરફાન એક દિવસ તેના સલૂન પર હેર સ્ટાઈલ કારાવવા ગયો હતો. ત્યારે ફૈયાઝ ઇરફાન પઠાણને પહેલી વાર મળ્યો હતો. ઇરફાન તેના કામથી ખુબ પ્રભાવિત થયો હતો અને ફૈયાઝને પોતાનો મેકઅપ આર્ટીસ્ટ રાખી લીધો હતો.

ફૈયાઝના નજીકના પરિવારજનોના કહ્યા અનુસાર, તે દિવસથી આજ સુધી ફૈયાઝ ઇરફાન પઠાણ સાથે તેમની દરેક ટૂરમાં તેની સાથે હોય છે. આ વખતે પણ તે T20 વર્લ્ડકપમાં ઈરફાન પઠાણ સાથે ટૂર પર ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત 21 જૂનની સાંજે થયો હતો. આ દુઃખદ સમાચાર મળતા જ ઇરફાન હોટલ પહોચ્યો હતો. અને તેના પાર્થિવ શરીરને ભારતમાં તેના ઘરે પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી. ફૈયાઝ 7 વર્ષથી દિલ્લીમાં રહેતો હતો. ફૈયાઝના સંબંધીઓના જણાવ્યા અનુસાર તેના લગ્ન 8 મહિના પહેલા જ થયા હતા. તે બિજનૌરમાં પોતાના ઘરે આવ્યો હતો અને 8 દિવસ પહેલા મુંબઈ ગયો હતો. ત્યાંથી તે વેસ્ટ ઈન્ડિઝ જવા માટે રવાના થયો હતો.


Google NewsGoogle News