ક્રિકેટર આકાશ ચોપરાને સ્પોર્ટ શૂ બિઝનેસમાં 20% કમાણીની લાલચે લાગ્યો રૂ. 33 લાખનો ચૂનો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ક્રિકેટર આકાશ ચોપરાને સ્પોર્ટ શૂ બિઝનેસમાં 20% કમાણીની લાલચે લાગ્યો રૂ. 33 લાખનો ચૂનો 1 - image


નવી દિલ્હી,તા. 6 નવેમ્બર 2023, સોમવાર 

પૈસાની બાબતમાં કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે , નજીકના અને ઓલખીતા લોકો જ પહેલાં છેતરતા હોય છે.  ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરા આજકાલ ખૂબ જ ફેમસ છે. તેમની કોમેન્ટરી એકદમ અલગ છે અને તે જે કહે છે તે ઘણી વાર વાયરલ થાય છે.

 હવે મળતી માહિતી પ્રમાણે  આકાશ ચોપરા સાથે છેતરપિંડી થઈ છે. પૈસાની બાબતમાં તેને એક વ્યક્તિ પર વિશ્વાસ હતો જેણે તેની પાસેથી લગભગ 33 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. હવે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ છેતરપિંડિને લઇને આકાશ ચોપડાએ આગરામાં પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, ક્રિકેટ શુ (shoe)ના વેપારી કમલેશ પરીખ અને તેમના પુત્ર ધ્રુવે તેમની પાસેથી 33.3 લાખ રૂપિયા પરત કર્યા નથી. બંનેએ રોકાણ કરેલા પૈસા પરત કરવાની શરતે મેળવી લીધા હતા.

વધુમાં આકાશ ચોપરાએ કહ્યું કે, તેમણે કમલેશ અને ધ્રુવના બિઝનેસમાં 57.8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ધ્રુવે 30 દિવસમાં પૈસા પાછા આપવાનું કહીને, પરંતુ એક વર્ષ પછી પણ તેણે માત્ર 50 ટકા જ પૈસા પરત કર્યા.


Google NewsGoogle News