ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડીનું નિધન
IND vs PM XI Warm-up Match: ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ કેનબેરામાં વોર્મ-અપ મેચ રમી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ ક્રિકેટર ઈયાન રેડપાથનું 83 વર્ષની વયે નિધન થયું છે. ઈયાને ઓસ્ટ્રેલિયા માટે ઘણી જગ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 66 ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે 5 વનડે મેચ પણ રમી છે.
આ પણ વાંચો: છ બોલમાં ચાર વિકેટ... ભારતના આ બોલરને જોઈ ધ્રૂજવા લાગ્યા ઑસ્ટ્રેલિયાના ધૂરંધર
રેડપથનું કરિયર ઘણું યાદગાર રહ્યું
રેડપથનું કરિયર ઘણું યાદગાર રહ્યું છે. તેમણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. રેડપથ આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયા હતા. તેમણે 97 રનની ઇનિંગ રમી હતી. તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 1964 થી 1976 સુધી ચાલી હતી, અને છેલ્લી તેમની ટેસ્ટ 1996માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તેમજ છેલ્લી ODI મેચ 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી.
હકીકતમાં ટીમ ઈન્ડિયા હાલ કેનબેરામાં છે. અહીં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન અને ભારત વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન જ ઈયાન રેડપથના મોતના સમાચાર આવતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ શોકમાં ડુબી ગયું છે. જો વોર્મ-અપ મેચની વાત કરવામાં આવે તો પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનએ પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશ દીપે 2 વિકેટ ઝડપી હતી. હવે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે.