Get The App

સેલેરી ન મળતા વિદેશી ખેલાડીઓ મેચ રમવા જ ન આવ્યા: દુનિયાભરમાં બાંગ્લાદેશની ફજેતી

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
સેલેરી ન મળતા વિદેશી ખેલાડીઓ મેચ રમવા જ ન આવ્યા: દુનિયાભરમાં બાંગ્લાદેશની ફજેતી 1 - image
Image : 'X'

Bangladesh Premier League (BPL) : હાલમાં રમાઈ રેહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં રવિવારે એક વિચિત્ર ઘટના બની હતી. દરબાર રાજશાહી ટીમના વિદેશી ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝી દ્વારા સેલેરી ન આપવાના કારણે રવિવારે ઢાકામાં રંગપુર રાઈડર્સ સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઈને દુનિયાભરમાં બાંગ્લાદેશની ફજેતી થઇ હતી. એક અહેવાલ અનુસાર, વિદેશી ખેલાડીઓને તેમના બાકી રહેલી રકમની ચોથા ભાગની રકમ જ આપવામાં આવી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના નિયમાનુસાર ફ્રેન્ચાઇઝીએ ટુર્નામેન્ટ દરમિયાન કુલ રકમની ઓછામાં ઓછી 75 ટકા રકમની ચૂકવણી કરવી ફરજિયાત છે.       

સેલેરી ન મળવાના કારણે ખેલાડીઓનો રમવાનો ઇનકાર

દરબાર રાજશાહી ટીમમાં રયાન બર્લ, મોહમ્મદ હારિસ, માર્ક દેયાલ, મેગ્યુઅલ કમિન્સ, આફતાબ આલમ અને લાહીરુ સમરકૂન વિદેશી ખેલાડીઓ છે. સેલેરી ન મળવાના કારણે આ ખેલાડીઓએ રમવાનો ઇનકાર કરી દીધો હતો. BCBના નિયમાનુસાર દરેક ટીમને ઓછામાં ઓછા બે વિદેશી ખેલાડીઓ સાથે રમવું જરૂરી છે. પરંતુ રાજાશાહીની ટીમ રવિવારે સ્થાનિક 11 ખેલાડીઓ સાથે રમવા માટે મેદાનમાં ઉતરી હતી. જે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું. ટોસના સમયે ટીમના કેપ્ટન તસ્કીન અહેમદે જણાવ્યું હતું કે, 'અમે ટીમમાં ફેરફાર કર્યો છે. આજે અમારી પાસે કોઈ વિદેશી ખેલાડી નથી તો અમે બધા જ સ્થાનિક ખેલાડીઓ સાથે રમીશું.' 

ખેલાડીઓએ ટ્રેનિંગ છોડીને કર્યું વિરોધ પ્રદર્શન

આ પછી પરત જ BCBએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, 'દરબાર રાજશાહી ટીમે વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે રંગપુર રાઈડર્સ સામેની આજની મેચમાં માત્ર સ્થાનિક બંગ્લાદેશી ખેલાડીઓ સાથે રમવાની BPLની ટેકનિકલ કમિટી પાસેથી ખાસ મંજૂરી માટે અરજી કરી છે. આ અરજીની સમીક્ષા કર્યા બાદ BPL 2024-25ના મેચની શરતોની કલમ 1.2.8 અનુસાર, ટેકનિકલ કમિટીએ દરબાર રાજશાહી ટીમને મેચમાં માત્ર બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે રમવાની મંજૂરી આપી દીધી છે.' અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ સ્થાનિક ખેલાડીઓને પણ તેમના સેલેરીની બાકી રહેતી રકમ ન મળતા બે અઠવાડિયા પહેલા ચંટગાવમાં ટ્રેનિંગ છોડીને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું.સેલેરી ન મળતા વિદેશી ખેલાડીઓ મેચ રમવા જ ન આવ્યા: દુનિયાભરમાં બાંગ્લાદેશની ફજેતી 2 - image



Google NewsGoogle News