રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી વિદેશી ક્રિકેટરોએ પણ શુભેચ્છાઓ પાઠવી, સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી
પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા સચિન તેંડુલકર, અનિલ કુંબલે, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ પ્રસાદ અને મિતાલી રાજ પહોંચ્યા હતા
Image: Instagram |
Cricketers Special Post Ram Mandir Pran Pratishtha : ગઈકાલે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણી મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ અવસર પર ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર, અનિલ કુંબલે, વેંકટેશ પ્રસાદ અને રવિન્દ્ર જાડેજા તેમની પત્ની રિવાબા સાથે પહોંચ્યા હતા. પરંતુ જે ખેલાડીઓ અયોધ્યા પહોંચી શક્ય ન હતા તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
ડેવિડ વોર્નર
ભારત ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરના દિલની ખુબ નજીક છે. તે સોશિયલ મીડિયા પર સતત બોલિવૂડની ફિલ્મો વિશે પોસ્ટ કરતો હોય છે. તેણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોસ્ટના કેપ્શનમાં ‘જય શ્રી રામ ઇન્ડિયા’ લખીને ભારતના લોકોને આ મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી.
કેશવ મહારાજ
સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર કેશવ મહારાજ હનુમાન ભક્ત છે તે સૌ જાણે છે. જયારે તે સ્ટેડિયમમાં બેટિંગ કરવા ઉતરે છે ત્યારે ‘રામ સિયા રામ’ ગીત શરુ થઇ જાય છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝ અને વનડે સીરિઝ દરમિયાન પણ આ ઘટના જોવા મળી હતી. થોડા દિવસ પહેલા કેશવ મહારાજે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કરતા સૌથા આફ્રિકામાં રહેતા ભારતીયોને પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવી હતી.
દાનિશ કનેરિયા
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશિયલ મીડિયા પર રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક તસ્વીર શેર કરી તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી.