91 વર્ષમાં પહેલીવાર ભારતની ધરા પર બન્યો આ શરમજનક રેકૉર્ડ, વરસાદી વિઘ્નના કારણે થયા આવા હાલ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
91 વર્ષમાં પહેલીવાર ભારતની ધરા પર બન્યો આ શરમજનક રેકૉર્ડ, વરસાદી વિઘ્નના કારણે થયા આવા હાલ 1 - image

Afghanistan Vs New Zealand Test match: અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રેટર નોઈડા ખાતે યોજાનારી એકમાત્ર ટેસ્ટ ભારે વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે કોઈપણ બોલ ફેંક્યા વિના રદ જાહેર કરવામાં આવી છે. રદ થવાના કારણે આ મેચે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક અનેરો રેકોર્ડ નોંધાવી દીધો છે. 91 વર્ષમાં પહેલી વખત ભારતીય ધરતી પર કોઈ પણ બોલ ફેંક્યા વિના ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે.

ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ અસુવિધાઓ અને ખરાબ હવામાનને કારણે એક પણ બોલ ફેંકાયા વિના જ રદ્દ કરવામાં આવી હતી. ભારતે સન 1933માં પહેલી વખત ટેસ્ટ મેચની યજમાની કરી હતી. ત્યાર પછી આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે ભારત દ્વારા આયોજિત ટેસ્ટ મેચમાં કોઈપણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવામાં આવી હોય. એશિયામાં અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. સન 1998માં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે પાકિસ્તાનના ફૈસલાબાદમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આવું બન્યું હતું. ક્રિકેટના ઈતિહાસમાં સમગ્ર વિશ્વમાં માત્ર સાત ટેસ્ટ મેચો એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: છ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે સ્ટાર ગુજરાતી ખેલાડી? આ એક વીડિયોના કારણે તેજ થઈ અટકળો

અફઘાનિસ્તાન ક્રિકેટે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ગ્રેટર નોઈડામાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસની રમતને અધિકારીઓએ રદ્દ કરી દીધી છે.' ગયા અઠવાડિયાથી ગ્રેટર નોઇડામાં સતત વરસાદ પડી રહ્યો હતો. મેદાન પર ડ્રેનેજની અવ્યવસ્થાને લઈને ભીના આઉટફિલ્ડને કારણે પહેલા બે દિવસ મેચ રમાઈ ન હતી. પછીના છેલ્લા ત્રણ દિવસમાં પણ વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના મેચને રદ્દ કરવી પડી હતી.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રકારની આ આઠમી ઘટના બની હતી, કે જ્યારે તમામ પાંચ દિવસ મેચ ન રમવાને કારણે રદ કરવામાં આવી હોય. અને વર્ષ 1998 પછીની આ પહેલી ઘટના છે . 

કોઈપણ બોલ ફેંક્યા વિના રદ થયેલી ટેસ્ટ મેચ:

1. ઇંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, 1890

2. ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, 1938

3. ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, મેલબોર્ન, 1970

4. ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન, ડ્યુનેડિન, 1989

5. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગુયાના, 1990

6. પાકિસ્તાન વિ ઝિમ્બાબ્વે, ફૈસલાબાદ, 1998

7. ન્યુઝીલેન્ડ વિ ભારત, ડ્યુનેડિન, 1998

91 વર્ષમાં પહેલીવાર ભારતની ધરા પર બન્યો આ શરમજનક રેકૉર્ડ, વરસાદી વિઘ્નના કારણે થયા આવા હાલ 2 - image


Google NewsGoogle News