Get The App

Women’s T20 World Cup 2024: દુનિયાને મળશે નવો ચેમ્પિયન, મેચ પહેલાં જ નક્કી થયું

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
Women’s T20 World Cup 2024: દુનિયાને મળશે નવો ચેમ્પિયન, મેચ પહેલાં જ નક્કી થયું 1 - image

ICC Women’s T20 World Cup 2024 : યુએઈ ખાતે રમાઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિ ફાઇનલ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને ન્યુઝીલેન્ડે 14 વર્ષ બાદ પહેલી વખત ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે.

અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ બંને ટીમમાંથી કોઈપણ ICC મહિલા T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યું નથી. બંને ટીમો પહેલી વખત આ ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. બંને દેશો માટે આ ખૂબ જ ખાસ ક્ષણ બની રહેશે. બંને દેશોની પુરૂષ કે મહિલા ટીમ આજ સુધી એકપણ વર્લ્ડકપનું ટાઈટલ જીતી શકી નથી. આ સ્થિતિમાં જે પણ ટીમ આ ફાઇનલ મેચ જીત જીતશે ર ખૂબ જ ઐતિહાસિક બની રહેશે. અને આ સાથે વિશ્વને વર્લ્ડકપનો નવો ચેમ્પિયન પણ મળવાનો છે.

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી છે. જો કે ટીમ એક પણ વખત જીત મેળવવામાં સફળ રહી નથી. અગાઉના વર્લ્ડકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ  ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ 1st Test: સરફરાઝની સેન્ચુરી, પંતની ફિફ્ટી, બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ બેકફૂટ પર

આ વર્ષે યોજાયેલી T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની પુરુષ ટીમે જગ્યા બનાવી લીધી હતી. પરંતુ ફાઇનલમાં ભારતીય ટીમ સામે હારીને દક્ષિણ આફ્રિકાનું પહેલી વખત ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું. હવે ક્રિકેટ ચાહકોની અપેક્ષા મહિલા ટીમ પાસેથી છે. 

Women’s T20 World Cup 2024: દુનિયાને મળશે નવો ચેમ્પિયન, મેચ પહેલાં જ નક્કી થયું 2 - image


Google NewsGoogle News