VIDEO VIRAL : ભારત-પાકિસ્તાન મેચ સમયે મહિલા પોલીસ કર્મી અને યુવક વચ્ચે બબાલ, થઈ લાફાવાળી

ભારત-પાકિસ્તાનની મેચનો એક વીડિયો વાયરલ થયો

મહિલા પોલીસ કર્મી અને એક યુવક વચ્ચે સ્ટેડિયમમાં થઈ બબાલ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
VIDEO VIRAL : ભારત-પાકિસ્તાન મેચ સમયે મહિલા પોલીસ કર્મી અને યુવક વચ્ચે બબાલ, થઈ લાફાવાળી 1 - image

ભારતીય ટીમે પાકિસ્તાન (IND vs PAK) સામે ક્રિકેટ વર્લ્ડ કપ મેચ(Worldcup 2023)માં સાત વિકેટથી ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય ટીમની પાકિસ્તાન સામે વનડે વર્લ્ડ કપમાં આ સતત 8મી હાર રહી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે ભારત-પાકિસ્તાનની મેચનો એક વીડિયો ઘણો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં મહિલા પોલીસ કર્મચારી એક ફેનને લાફો મારી રહી છે. જોકે, યુવક પણ ગુસ્સામાં પોલીસકર્મી પર હાથ ઉઠાવે છે.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, મહિલા પોલીસકર્મી સાથે ઉદ્ધતતા છે. તો કોઈ કહી રહ્યું છે કે, પહેલા પોલીસ કર્મીએ લાફો માર્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, જેમણે પણ કાયદાનો ભંગ કર્યો છે, તેના પર કાર્યવાહી થવી જોઈએ, તે પણ કાયદાકીય રીતે. મહિલા પોલીસ કર્મી પણ અને આ યુવકને પણ આ ધ્યાન રાખવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સ્ટેડિયમ અંદાજે 1 લાખ કરતાં વધુ લોકોથી ખીચોખીચ ભરેલું હતું. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને પાકિસ્તાનની ઈનિંગ માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે માત્ર 30 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.

VIDEO VIRAL : ભારત-પાકિસ્તાન મેચ સમયે મહિલા પોલીસ કર્મી અને યુવક વચ્ચે બબાલ, થઈ લાફાવાળી 2 - image


Google NewsGoogle News