'સ્ટુપિડ...સ્ટુપિડ...સ્ટુપિડ...મૂર્ખામીભર્યો શોટ મારી આઉટ થયો...' ઋષભ પંત પર ગુસ્સે થયા ગાવસ્કર
Rishabh Pant Poor Shot Selection: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબોર્નમાં રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં ભારતની હાલત ખરાબ દેખાઈ રહી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાએ 200 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી હતી અને ફોલોઓન હજુ પણ ટળ્યું નથી.
ભારતે મેચના બીજા દિવસે 5 વિકેટ ગુમાવી દીધી હતી અને ત્રીજા દિવસે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પહેલા અડધા કલાક સુધી શાનદાર બેટિંગ કરી હતી. એવું લાગતું હતું કે આ બંને ઇનિંગ્સને સંભાળશે પરંતુ પછી ઋષભ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. આ રીતે પંતે 37 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી અને વર્તમાન પ્રવાસમાં સેટ થયા બાદ તે ફરી એકવાર મોટી ઇનિંગ રમવાનું ચૂકી ગયો હતો.
ઋષભ પંત ખરાબ શોટ રમીને આઉટ થયો
વર્તમાન ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં મોટા સ્કોરથી વંચિત રહેલા ઋષભ પંત પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી અને તેણે ચોથી ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆત ખૂબ જ સારી કરી હતી. શરૂઆતની ઓવરોમાં જ તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સામે મિડ-ઓન પર જબરદસ્ત શોટ રમીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. જો કે, ભારતીય ઇનિંગ્સની 56મી ઓવરમાં, સ્કોટ બોલેન્ડ સામે ફાઇન લેગ પર મોટા શોટ મારતી વખતે ઋષભે તેની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે ઓવરના ત્રીજા બોલ પર ફાઇન લેગ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને નાથન લિયોને આસાન કેચ કરીને તેને આઉટ કર્યો.
સ્ટુપિડ...સ્ટુપિડ...સ્ટુપિડ...મૂર્ખામીભર્યો શોટ મારી આઉટ થયો, ઋષભ પંત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જ્યારે મુશ્કેલીમાં હતી અને ફોલોઓન થવાનું સંકટ હતું એવા સમયે ઋષભ પંત જે રીતે આઉટ થયો છે તે ન તો ફેન્સને કે ન તો ક્રિકેટ જગતના દિગ્ગજોને માફક આવી રહ્યું છે. સુનીલ ગાવસ્કર પણ આ મામલે બરાબરના ભડક્યાં. તેમણે કોમેન્ટ્રી દરમિયાન જ પંતને ફટકાર લગાવતાં ગુસ્સામાં કહ્યું કે 'સ્ટુપિડ...સ્ટુપિડ...સ્ટુપિડ... ત્યાં બે ફિલ્ડર છે અને તોય તે આવું કર્યું. તું પહેલો શૉટ મિસ કરી ગયો હતો અને હવે જો તુ ક્યાં આઉટ થયો. તુ ડીપ થર્ડ મેન પર કેચઆઉટ થયો. આ તો તે વિકેટ ફેંકી દીધી.' ગાવસ્કર અહીં જ શાંત ન થયા અને કહ્યું કે તમારે સ્થિતિને સમજવી જોઇએ. તમે એમ ના કહી શકો કે આ મારી સ્વાભાવિક રમતની શૈલી છે. મને માફ કરજો હો આ તમારી સ્વાભાજિક રમત ન કહેવાય. આ એક મુર્ખામીભર્યો શૉટ હતો. તમે ટીમને નિરાશ કરી. હવે તમારે એ ડ્રેસિંગ રૂમમાં ન જવું જોઈએ. તમે બીજા ડ્રેસિંગ રૂમમાં જાઓ.
ફેન્સે સોશિયલ મીડિયા પર ઋષભ પંતને નિશાન બનાવ્યો
ઋષભ પંતે જે રીતે ખરાબ શોટ રમીને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની વિકેટ આપી તેનાથી તેના ફેન્સ ખૂબ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો.
BGT 2024-25માં ઋષભ પંતનું અત્યાર સુધીનું પ્રદર્શન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઋષભ પંત અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે હજુ સુધી એક પણ ફિફ્ટી ફટકારી નથી, જે દરેક માટે ચિંતાનો વિષય બની ગયો છે. પંતે પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં 1 રન બનાવ્યો હતો. એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પંતે અનુક્રમે 21 અને 28 રન બનાવ્યા હતા. બ્રિસ્બેનમાં તેના બેટમાંથી માત્ર 9 રન આવ્યા હતા.