VIDEO| ફેવરિટ ટીમ હારતાં ફેન્સે બેકાબુ થઈ તોડફોડ કરી, ગુસ્સે થયેલો ચાહક કેમેરામાં કેદ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
VIDEO| ફેવરિટ ટીમ હારતાં ફેન્સે બેકાબુ થઈ તોડફોડ કરી, ગુસ્સે થયેલો ચાહક કેમેરામાં કેદ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024 બુધવાર

દુનિયામાં ક્રિકેટ કે ફૂટબોલની જેમ અમેરિકન ફૂટબોલ જેવી રમતના ચાહકો પણ તેમના ઝનુન માટે દુનિયાભરમાં જાણીતા છે. આ લોકો તેમની મનપસંદ ટીમથી લઈને મનપસંદ ખેલાડી માટે પાગલ થઈ જાય છે. જો પોતાની પસંદની ટીમ હારે કે કોઈ ખેલાડી ભૂલ કરે તો તેઓ તેને પોતાની હાર માનીને અકળાઈ જાય છે.

સુપર બાઉલ 2024ની એક રોમાંચક મેચમાં કેનસસ સિટી ચીફ્સે સાન ફ્રાન્સિસ્કો 49ers સામે જીત નોંધાવી છે. ચીફ્સના પ્રશંસકોએ પોતાની ટીમની જીતનો જશ્ન મનાવ્યો, 49ers ના સમર્થકો વચ્ચે માહોલ બિલકુલ અલગ હતો. ટીવી પર મેચ જોઈ રહેલા એક ચાહકને આનાથી એટલો ગુસ્સો આવ્યો કે તેણે ટીવી જ તોડી દીધું. ટીવી તોડતા શખસનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં કોઈ શખસને કાબુમાં રાખવા ખેંચીને ઘરમાંથી બહાર લઈ જઈ રહ્યા છે. એક મહિલા તૂટી ચૂકેલા ટીવીને ચેક કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે પહેલા પણ આવા મામલા સામે આવ્યા છે. ગયા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ અમુક ચાહકોએ દુકાનથી ટીવી ઉઠાવીને તોડી દીધાનો કિસ્સો ઝાંસીનો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટથી મેચ જીતીને વર્લ્ડ કપની ટ્રોફી છઠ્ઠી વખત પોતાના નામે કરી લીધી હતી.


Google NewsGoogle News