ડેબ્યુ મેચમાં ફિફ્ટી કરનારા ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ઈમોશનલ મેસેજ
ઓસ્ટ્રેલિયાના એશ્લે વુડકોક અને ઈંગ્લેન્ડના કિમ બાર્નેટ પછી ફૈઝ ડેબ્યુ ODI મેચમાં ફિફ્ટી ફટકારનાર ત્રીજો બેટર છે
Image:Instagram |
Faiz Fazal Announced Retirement : ભારત માટે ડેબ્યુ મેચમાં ફિફ્ટી ફટકારનાર બેટર ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આજે ફૈઝ વિદર્ભ અને હરિયાણા વચ્ચે રણજી ટ્રોફીની છેલ્લી મેચ રમી રહ્યો છે. ફૈઝ વિદર્ભ માટે ફર્સ્ટ ક્લાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સિવાય તેણે લિસ્ટ-Aમાં પણ સૌથી વધુ રન બનાવ્યા છે. ફૈઝ એકમાત્ર એવો બેટર છે જેણે વિદર્ભ માટે 100થી વધુ મેચ રમી છે. ગઈકાલે તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ
ફૈઝે કહ્યું કે, “હું નાગપુરમાં પોતાના કરિયરની છેલ્લી મેચ રમીશ. આવતીકાલે એક યુગનો અંત આવશે જ્યારે હું નાગપુરના મેદાન પર છેલ્લી વખત પગ મુકીશ, જ્યાં 21 વર્ષ પહેલા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મારી સફરની શરૂઆત થઈ હતી. તે એક અવિસ્મરણીય સફર રહી છે, જે યાદોથી ભરેલી છે. જે હું હંમેશા યાદ રાખીશ." ફઝલે આગળ લખ્યું, “ભારતીય ક્રિકેટ ટીમ અને વિદર્ભ બંનેનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે અને તે ક્રિકેટ જર્સી પહેરવી મને હંમેશા ખૂબ ગર્વથી ભરી દે છે. મારી પ્રિય નંબર 24 જર્સીને વિદાય, તમારી ખૂબ જ યાદ આવશે.”
ડેબ્યુ મેચમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર
ફૈઝ ફઝલે વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 137 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 9183 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે 113 લિસ્ટ-A મેચમાં 3641 રન બનાવ્યા હતા. ભારત માટે માત્ર એક જ ODI મેચ રમનાર ફૈઝ એકમાત્ર એવો ભારતીય બેટર છે જેણે પોતાની ડેબ્યુ મેચમાં ફિફ્ટી ફટકારી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના એશ્લે વુડકોક અને ઈંગ્લેન્ડના કિમ બાર્નેટ પછી આવું કરનાર તે ત્રીજો બેટર છે. ઈંગ્લેન્ડના બેન ફોક્સ અને સાઉથ આફ્રિકાના ઝુબેર હમઝાએ પણ પોતાની ODI ડેબ્યુ મેચમાં ફિફ્ટી ફટકારી છે. જો કે હાલમાં બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે.