Fact Check: વર્લ્ડ કપની ટિકિટ માટે આ લિંક પર ના કરશો ક્લિક, નહીં તો થઈ જશો ફ્રોડનો શિકાર

સોશિયલ મીડિયા પર એક લિંક ખૂબ ઝડપથી શેર કરવામાં આવી રહી છે

દાવો કરવામાં આવ્યો છે કે મેચની ટિકિટ જ નહી સ્માર્ટ વોચ, ઈયરબર્ડ અથવા સ્માર્ટ ફોન પણ જીતી શકો છો

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
Fact Check: વર્લ્ડ કપની ટિકિટ માટે આ લિંક પર ના કરશો ક્લિક, નહીં તો થઈ જશો ફ્રોડનો શિકાર 1 - image
Image Social Media

તા. 27 ઓક્ટોબર 2023, શુક્રવાર 

સોશિયલ મીડિયા (Social Media)પર એક લિંક ખૂબ ઝડપથી શેર કરવામાં આવી રહી છે, જેમા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ લિંક પર ક્લિક કરવાથી તમે ક્રિકેટ વર્લ્ડ કપ (cricket world cup)ની ટિકિટ (ticket)બુક કરી શકશો. પરંતુ જ્યારે તેની તપાસ કરી તો તે લિંક ફર્જી નીકળી હતી.

Fact Check: ક્રિકેટ વર્લ્ડ કપ  (cricket world cup) આ વખતે ભારતમાં યોજાઈ રહ્યો છે, સ્વાભાવિક છે મોટાભાગના લોકો આ મેચ સ્ટેડિયમમાં જઈને જોવા ઈચ્છતા હોય છે. ખાસ કરીને જ્યારે પણ કોઈ ભારતીય ટીમની મેચ હોય ત્યારે તો મેચની ટિકિટ અને તેના બુકિંગને લઈને ઘણી મારા-મારી રહેતી હોય છે. આ દરમ્યાન સ્ટેડિયમમાં મેચ જોવા માટે ટિકિટ બુક કરાવવાના દાવા સાથે એક લિંક ખૂબ જ ઝડપી શેર કરવામાં આવી રહી છે. તેની સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ લિંક પર ક્લિક કરી તમે સ્ટેડિયમમાં મેચની ટિકિટ ખરીદી અથવા જીતી શકો છો. પરંતુ જ્યાર તેની પુરી તપાસ કરવામાં આવી તો આ લિંક નકલી નીકળી હતી. 

શું થઈ રહ્યુ છે વાયરલ 

હકીકતમાં એક ફેસબુક યુજરે 15 ઓક્ટોબર  2023ના રોજ આ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે કેપ્શન લખેલી છે. 

Fact Check: વર્લ્ડ કપની ટિકિટ માટે આ લિંક પર ના કરશો ક્લિક, નહીં તો થઈ જશો ફ્રોડનો શિકાર 2 - image

  • 1.5 વર્લ્ડ કપ ફાઈનલ ટિકિટ
  • 2.10 વર્લ્ડ કપ ફાઈનલ ટીકિટ
  • 3.5 Noice Smart Watch
  • 4.5 Noice Earbuds
  • 5.1 Vivo T1 Smart Phone

આ પોસ્ટની નીચે એક લિંક પણ આપવામાં આવી છે. આ લિંકના પ્રીવ્યૂમાં પણ 'ICC World Cup 2023' લખેલુ છે. દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી તમે ક્રિકેટ વર્લ્ડ કપના મેચની ટિકિટ બુક કરી શકો છો અથવા તો જીતી શકો છો. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મેચની ટિકિટ જ નહી સ્માર્ટ વોચ, ઈયરબર્ડ અથવા સ્માર્ટ ફોન પણ જીતી શકો છો. 

તપાસમાં ખબર પડી કે લિંક ફર્જી છે, એટલે તેના પર વિશ્વાસ ન કરશો

જો કે આ ફેસબુક લિંક વિશે તપાસ કરવામાં આવી તો આ લિંક ટેલીગ્રામના પેજ પરથી લેવામાં આવી છે. અહીં 'ICC World Cup 2023 Tickets'ના નામે બનેલું ટેલીગ્રામ ગ્રુપથી જોડાયેલ ઓપ્શન આવી રહ્યુ છેં. તેથી ખ્યાલ આવી શકે છે કે આ છેતરપીંડી કરવાનો એક નવો પ્લાન છે. તે પછી આ પેજની URL જોતા તેની શરુઆત "t.me/icc_worldcup_tickets" થી થઈ રહી છે જ્યારે BCCI ની અધિકૃત વેબસાઈટની URL- www.Bcci.tv અને ICC ની અધિકૃત વેબસાઈટની URL- www.cricketworldcup.com છે. તેથી આ લિંક ફર્જી છે અને તેના પર વિશ્વાસ ન કરશો, નહીં તો છેતરપીંડીનો શિકાર બની શકો છો. 

આ છે ટિકિટ બુક  કરવાની અસલી લિંક 

જો તમે મેચની ટિકિટ બુક કરાવવા ઈચ્છો છો તો આ BCCI ની અધિકૃત વેબસાઈટ  www.Bcci.tv પર જઈ બુક કરી શકો છો. આ સિવાય Book my Show દ્વારા પણ સરળતાથી ટિકિટ બુક કરાવી શકો છો.



Google NewsGoogle News