Get The App

VIDEO: હાર્દિક પંડ્યાના જન્મદિવસે જ એલ્વિશ યાદવ સાથે દેખાઈ એક્સ વાઇફ નતાશા, વીડિયો વાયરલ

Updated: Oct 12th, 2024


Google News
Google News

VIDEO: હાર્દિક પંડ્યાના જન્મદિવસે જ એલ્વિશ યાદવ સાથે દેખાઈ એક્સ વાઇફ નતાશા, વીડિયો વાયરલ 1 - image

Natasa Stankovic : ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતો હોય છે છે. ત્યારે હવે હાર્દિક અને તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડા લીધાના બે મહિના પછી નતાશાએ એક વીડિયો શેર કરી ફરી હેડલાઇન્સમાં આવી છે. યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવ સાથે નતાશાનો બીચ પરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પોતાના નવા ગીત 'તેરે કરકે' પર એલ્વિશ સાથે જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નતાશાએ એલ્વિશની એક કોમેન્ટને પણ શેર કરી છે. જેમાં એલ્વિશે લખ્યું હતું કે, 'વાઇબ ઓન અ વોલ ન્યુ લેવલ.' 

આ વીડિયોને લઈને ચર્ચાઓ હજુ બંધ નથી થઈ ત્યારે નતાશા અને એલ્વિશ સાથે  જોવા મળ્યા હતા. હંમેશા સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળતી નતાશા સ્ટેનકોવિક અહીં પણ લાઇમલાઇટ મેળવતી જોવા મળી હતી. એલ્વિશ યાદવ અને નતાશા સ્ટેનકોવિક શુક્રવારે રાત્રે મુંબઈના એક મોલની બહાર જોવા મળ્યા હતા.

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા પછી નતાશા ક્યારેક જ જાહેર સ્થળોએ જોવા મળે છે. આ વીડિયો ત્યારે સામે આવ્યો છે, જયારે હાર્દિક પંડ્યાએ કાલે જ પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેણે આ સમગ્ર ઘટનાને વધુ રસપ્રદ બનાવી દીધી છે. નતાશાએ થોડા દિવસો પહેલા એક પંજાબી ગીતનો વીડિયો પણ રિલીઝ કર્યો હતો. ચાહકો આ ગીતને ઘણો પ્રેમ આપી રહ્યા છે.

Tags :