'મારા સ્ટાર પતિએ ખોટું કર્યું છે છતાં...' મોહમ્મદ શમીની પત્નીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 22 માર્ચ 2024 શુક્રવાર
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી ભલે ક્રિકેટ જગતમાં એક મોટુ નામ છે પરંતુ તેઓ અંગત જીવનના કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. શમી પોતાની પત્ની હસીન જહાંથી 2018માં અલગ થઈ ગયા હતા. તેમની એક પુત્રી પણ છે. હવે 6 વર્ષ બાદ એક વાર ફરી આ મામલો ચર્ચામાં આવ્યો છે. હસીન જહાંએ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી વિરુદ્ધ એક લાંબી પોસ્ટ લખ્યુ. તેમણે આ મામલે પોલીસ તંત્ર પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
મને મદદ મળી નહીં- હસીન જહાં
હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, મારા સ્ટાર પતિ અને તેમના પરિવારજનો તરફથી મારી સાથે ખૂબ ખોટુ કરવામાં આવ્યુ. હુ મજબૂર થઈ અને મારે તંત્ર અને કોર્ટની મદદ લેવી પડી પરંતુ તંત્ર તરફથી જે રીતે મને મદદ મળવી જોઈએ તેવી મળવી જોઈએ નહીં. અમરોહાની પોલીસે મને અને મારી 3 વર્ષની પુત્રી પર ટોર્ચર કર્યુ. સરકારે મારુ અપમાન કર્યુ અને મારી સાથે થયેલા અન્યાયનો તમાશો જોતી રહી અને જોવે પણ છે. જ્યારે આ લોકોને સાચી વાત ખબર છે તો પણ. કોલકાતાની નીચલી અદાલત અન્યાય કરી રહી છે. 06.03.24એ મે અમરોહાના એસ.પી.શુધીર કુમાર જીને એક ફરિયાદ આપી અને વિનંતી કરી કે જનતાની સાથે મળીને તમારી તપાસ ચાલી રહી છે અને આપણે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે તમે ચિંતા ન કરો, કોઈ પણ અમને દબાણ કરશે નહીં. થોડા દિવસ બાદ એફ.આઈ.આર કોપી મળી નહોતી તો હુ ફરીથી એસ.પી થી સંપર્ક કરવા માટે પ્રયત્ન કરી શકુ છુ જે શક્ય થઈ શક્યુ નથી.
પોલીસ પર લગાવ્યા આરોપ
હસીન જહાંએ આગળ લખ્યુ, એસ.પી.અમરોહાથી મળવા માટે 18.03.24 એ મે ફરીથી એપોઈન્ટમેન્ટ લીધી, મને સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો અને હુ એસ.પી કાર્યાલય પહોંચી ગઈ પરંતુ એસ.પી જી ના P.R.O એ મારી સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે મને એસપી ને મળવા દેવામાં આવશે નહીં. મને ખૂબ રડવુ આવ્યુ પરંતુ પછી મે વિચાર્યુ કેવા સમાજમાં રહુ છુ. પોતાના મોંઘા આંસુ ખુદાની સામે જ વહાવીશ અને પોતાને મજબૂત કરી અને પાછી આવી ગઈ. તે બાદ મે એસ.પી.અમરોહાને મેસેજ કર્યો કે તમારા પી.આર.ઓએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને તમને મળવા દીધી નહીં. જેનો જવાબ મને હજુ પણ આવ્યો નથી. આ બધુ માત્ર મને એક મુસ્લિમ સ્ત્રી હોવાના કારણે સહન કરવુ પડી રહ્યુ છે. જો હુ હિંદુ હોત અને જેટલો ત્રાસ મારી સાથે થયો અને થઈ રહ્યા છે તો કદાચ મારી સાથે અત્યાર સુધી ન્યાય થઈ ચૂક્યો હોત.
સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાનું આયોજન
તેમણે લખ્યુ હું જાણુ છુ કે યોગ્ય ન્યાય મને સુપ્રીમ કોર્ટથી જ મળશે પરંતુ મારી સાથે ન્યાય ન થાય તે માટે કોર્ટ માત્ર તારીખ પર તારીખ આપી રહી છે. હાઈકોર્ટ મારી સુનાવણી લેવા ઈચ્છતી નથી. લાંચ લેનાર લોકો મારા કેસની લિસ્ટિંગ થવા દેતા નથી.