IPL 2025 : ધોનીને ભલે રિટેન કર્યો હોય પણ તે બધી મેચમાં નહીં રમે, રિકી પોન્ટિંગનો દાવો
Ricky Ponting On MS Dhoni : IPL 2024માં જ્યારે ધોનીએ ચેપોકમાં પરેડ કરી ત્યારે આ તેની છેલ્લી IPL હશે એવું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એમએસ ધોની ફરી આઈપીએલ 2025માં રમતો જોવા મળશે. જેને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ ઉત્સાહિત છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે ધોની વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે સ્પષ્ટ કર્યું કે CSKની ટીમ ધોનીનો કેવી રીતે ઉપયોગ કરશે.
શું કહ્યું રિકી પોન્ટિંગે?
રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, 'બે સીઝન પહેલા ધોનીની સૌથી ખરાબ સીઝન ચાલી રહી હતી. પરંતુ ગયા વર્ષે તેણે પુનરાગમન કર્યું. અને જૂના એમએસ ધોનીની જેમ તેણે કેટલીક મેચોમાં પોતાની છાપ છોડી હતી. મને લાગે છે કે તે હજુ પણ તે એવું જ રમશે. CSKએ ભલે ધોનીને રિટેન કર્યો હોય પરંતુ તેઓ આખી સીઝન દરમિયાન તેને મેદાનમાં ઉતારી શકશે નહીં. તેઓ તેને મેચમાંથી બહાર રાખવા અને આરામ આપવાનું વિચારી શકે છે. જેથી તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી શકે.
તે હંમેશા ટીમનો મેન્ટર અને લીડર રહેશે
ધોની વિશે આગળ પોન્ટિંગે કહ્યું હતું કે, ' ધોની ગમે તે ટીમમાં કેપ્ટન તરીકે હોય કે ન હોય. પરંતુ તે હંમેશા ટીમનો મેન્ટર અને લીડર રહેશે. પછી ભલે તે મેદાન બહાર બેશે પરંતુ તેનું કદ ઘણું મોટું છે. ધોની CSK માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. કારણ કે તે મેદાનની અંદર અને બહાર તેની ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે.'