ગંભીર કોચ બન્યા છતાં આ સ્ટાર ખેલાડીને ન મળ્યો, આઠ મહિનાથી છે ટીમની બહાર: વાપસી માટે બસ આ જ એક રસ્તો

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Gambhir became the coach but Ishan Kishan was not included in the team

Ishan Kishan Not Included In Team: આગામી શ્રીલંકાના પ્રવાસ માટે T20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. મિડલ ઓર્ડરના બેટર શ્રેયસ અય્યર ટીમમાં પાછો ફર્યો છે. તેનો વનડે ફોર્મેટમાં સમાવેશ કરાયો છે. ગત વર્ષે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ ઐય્યરને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. ઘરેલું ક્રિકેટથી અંતર રાખવા બદલ તેના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ મળ્યો નથી. આવું જ કંઈક વિકેટકીપર અને બેટર ઈશાન કિશન સાથે થયું. અત્યારે અય્યર વનડે ટીમમાં પરત ફર્યો છે. પરંતુ કિશનને ફરીથી અવગણવામાં આવ્યો છે.

ઇશાન 8 મહિનાથી ભારત માટે રમ્યો નથી

ગૌતમ ગંભીરના કોચ બનવાની સાથે શ્રેયસ અય્યરના સારા દિવસો આવી ગયા છે. તેની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને આ વર્ષે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ ટીમનો કોચ ગૌતમ ગંભીર હતો. બીજી તરફ ઈશાન કિશન સાથે આવું નથી. એવું લાગે છે કે તે પસંદગીકારોના રડાર પર ક્યાંય નથી. ઈશાન ભારત માટે છેલ્લે નવેમ્બર 2023માં રમ્યો હતો. તેણે છેલ્લે ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા સામે T20 મેચમાં ભાગ લીધો હતો.  

સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઇશાને થાક લાગવાને કારણે બ્રેક માંગ્યો હતો. ત્યારબાદ તે ઘરેલુ ક્રિકેટથી પણ દૂર રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન કિશને વડોદરામાં હાર્દિક પંડ્યા સાથે તાલીમ લીધી હતી. અને પછી તેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો હતો. હવે એવી શક્યતા વધી ગઈ છે કે કિશન આગામી સ્થાનિક સિઝન પછી જ વાપસી કરી શકશે.  તેના માટે માત્ર આઈપીએલ રમવું નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો: કરોડોની સંપત્તિનો માલિક છે હાર્દિક, કાયદા પ્રમાણે કઈ સંપત્તિ પર લાગે નતાશાનો હક?

બોર્ડ ઘરેલુ ક્રિકેટના પ્રદર્શનને પુરુ મહત્વ આપશે

બીસીસીઆઈએ નિવેદન આપતા કહ્યું છે કે, બોર્ડ આગામી સ્થાનિક ક્રિકેટ સીઝન 2024-25માં ખેલાડીઓની ઉપલબ્ધતા અને ભાગીદારી પર નજર રાખવાનું ચાલુ રાખશે. આસામના રિયાન પરાગને ગત વર્ષની વિજય હજારે ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનનો તેને ફાયદો થયો છે. જ્યાં તેણે સાત અડધી સદી ફટકારી હતી. રાષ્ટ્રીય પસંદગી સમિતિ ઘરેલુ ક્રિકેટના પ્રદર્શનને પુરુ મહત્વ આપશે. આ સ્થિતિમાં ઈશાન કિશન ફરીથી પોતાને સાબિત કરી શકે છે.


Google NewsGoogle News