Get The App

મહાન બેટરોમાં સામેલ માસ્ટર બ્લાસ્ટર તેંડુલકર પણ ન તોડી શક્યો ક્રિકેટ જગતના આ 5 મહારેકોર્ડ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
મહાન બેટરોમાં સામેલ માસ્ટર બ્લાસ્ટર તેંડુલકર પણ ન તોડી શક્યો ક્રિકેટ જગતના આ 5 મહારેકોર્ડ 1 - image


Image: Facebook

Sachin Tendulkar Records: સચિન તેંડુલકર ભારત જ નહીં પરંતુ વિશ્વના મહાન બેટ્સમેનો પૈકીનો એક છે. સચિન તેંડુલકરે ઘણા એવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા અશક્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિકેટની દુનિયાના 5 મહાન રેકોર્ડ એવા છે, જેને પોતે સચિન તેંડુલકર પણ પોતાના 24 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયરમાં તોડી શક્યો નથી. 

1. ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો વર્લ્ડ રેકોર્ડ

સચિન તેંડુલકર પોતાની સમગ્ર ટેસ્ટ કરિયરમાં ક્યારેય પણ 400 રનની વ્યક્તિગત ઈનિંગ રમવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી શક્યો નથી. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ 248 રનની ઈનિંગ રમી છે. સચિન તેંડુલકર પોતાની સમગ્ર ટેસ્ટ કરિયરમાં કોઈ ત્રીજી સદી પણ ફટકારી શક્યો નથી. વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ વર્ષ 2004માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એન્ટીગા ટેસ્ટ મેચમાં 400 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડ વિરુદ્ધ લારાએ વર્લ્ડ રેકોર્ડ 400 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ મહા રેકોર્ડને સચિન તેંડુલકર તો શું દુનિયાનો કોઈ પણ બેટ્સમેન 20 વર્ષથી તોડી શક્યો નથી.

2. ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની સરેરાશ

સચિન તેંડુલકરે પોતાના ટેસ્ટ કરિયરમાં 53.79ની સરેરાશથી 15921 રન બનાવ્યા હતાં. જોકે તે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના ડોનાલ્ડ બ્રેડમેનની બેટિંગ સરેરાશનો વર્લ્ડ રેકોર્ડ ક્યારેય તોડી શક્યો નથી. ડોનાલ્ડ બ્રેડમેને પોતાના કરિયરમાં ટેસ્ટ 6996 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ સરેરાશ 99.94 ની રહી છે, જે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ મહારેકોર્ડને સચિન તેંડુલકર તો શું વિશ્વનો કોઈ પણ બેટ્સમેન તોડી શક્યો નથી. ડોનાલ્ડ બ્રેડમેને પોતાના જીવનમાં માત્ર 52 ટેસ્ટ મેચ જ રમી છે.

3. 6 બોલ પર 6 સિક્સ

સચિન તેંડુલકર આમ તો સિક્સર મારવામાં માહિર હતો, પરંતુ તે ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત 6 બોલ પર 6 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો નથી. ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર યુવરાજ સિંહે જ સતત 6 બોલ પર 6 સિક્સર મારવાની કમાલ કરી છે. યુવરાજ સિંહે 2007 ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ સતત 6 બોલ પર 6 સિક્સર મારી હતી. સચિન તેંડુલકર પોતાના સમગ્ર કરિયરમાં ક્યારેય પણ સતત 6 બોલ પર 6 સિક્સર મારી શક્યો નથી.

4. ટેસ્ટ ક્રિકેટમાં 12 બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ

સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 12 બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોનાલ્ડ બ્રેડમેનના નામે છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 6 બેવડી સદી ફટકારી છે.

5. ટી20 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ

સચિન તેંડુલકર સંયુક્ત રીતે વિશ્વમાં સૌથી વધુ વનડે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. સચિન તેંડુલકર 6 વખત વનડે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. પાકિસ્તાનના જાવેદ મિયાંદાદના નામે પણ 6 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ છે. જોકે, 2011માં સચિન તેંડુલકર પણ 6 વર્લ્ડ કપ રમીને તેના રેકોર્ડની બરાબરી કરી ચૂક્યો છે. સચિન તેંડુલકરને એ વાતનો અફસોસ રહેશે કે તે ભારત માટે ક્યારેય ટી20 વર્લ્ડ કપ રમી શક્યો નહીં. સચિન તેંડુલકરે 1 ડિસેમ્બર 2006એ સાઉથ આફ્રિકા વિરુદ્ધ જોહાનિસબર્ગમાં એકમાત્ર ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. સચિન તેંડુલકરે આ મેચમાં 10 રન બનાવ્યા હતાં. વર્ષ 2007માં સચિન તેંડુલકરની પાસે ટી20 વર્લ્ડ કપ રમવાની તક હતી, પરંતુ તેણે તેનાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.


Google NewsGoogle News