Get The App

જસપ્રીત બુમરાહ માટે તો IPLના ઓક્શનમાં 520 કરોડ રૂપિયા પણ ઓછા પડે: આશિષ નેહરાએ કર્યા વખાણ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
જસપ્રીત બુમરાહ માટે તો IPLના ઓક્શનમાં 520 કરોડ રૂપિયા પણ ઓછા પડે: આશિષ નેહરાએ કર્યા વખાણ 1 - image

Ashish Nehra On Jasprit Bumrah : આગામી IPL 2025 માટે યોજાયેલા મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓ પર ઘણાં પૈસા ખર્ચ્યા છે. અનેક અનકેપ્ડ ખેલાડીઓ અને કેટલાક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અમીર બની ગયા હતા. જેમાં રિષભ પંત અને શ્રેયસ અય્યરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પંતને LSGએ રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો જયારે ઐયરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. આ લીગના ઇતિહાસમાં લગાવવામાં આવેલી બે સૌથી મોટી બોલી છે.

દિગ્ગજ ક્રિકેટર નહી પરંતુ આ ક્રિકેટર છે સૌથી કિંમતી

રોહિત શર્મા, વિરાટ કોહલી કે એમએસ ધોની નહી પરંતુ જસપ્રીત બુમરાહને લઈને ભૂતપૂર્વ બોલર આશિષ નેહરાએ મોટું નિવેદન આપ્યું છે. ઓકશન સમાપ્ત થયા બાદ હવે ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ ભારતીય ઝડપી બોલર બુમરાહના વખાણ કર્યા છે. નેહરાએ કહ્યું કે જો બુમરાહ ઓકશનમાં હોત તો 520 કરોડની રકમ પણ તેને ખરીદવા માટે પૂરતી ન હતી. અહીં તમને જણાવી દઈએ કે આ ત્રણ દિગ્ગજ ભારતીય બેટરોને તેમની ફ્રેન્ચાઈઝીએ ઓકશન પહેલા રિટેન રાખ્યા હતા. MIએ રોહિતને, RCBએ વિરાટને અને CSKએ ધોનીને રિટેન રાખ્યો હતો.

શું કહ્યું નેહરાએ?

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં બુમરાહની કેપ્ટનશીપના વખાણ કરતા નેહરાએ કહ્યું હતું કે, 'બોલર તરીકે જસપ્રીત બુમરાહે ઘણી વખત આવું શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલ રોહિત શર્મા નથી રમી રહ્યો અને તે પ્રવાસની પહેલી મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતો. સ્વાભાવિક રીતે બુમરાહ પણ ઘણું દબાણ હશે, પરંતુ બુમરાહે જે રીતે દબાણને સંભાળ્યું તે ખૂબ જ પ્રશંસનીય છે.'

આ પણ વાંચો: ન વિરાટ, ન કૃણાલ.. IPL 2025માં RCBની કૅપ્ટનશીપ દિગ્ગજ ભારતીયને મળવાની શક્યતા

520 કરોડ પણ ઓછા પડ્યા હોત

વધુમાં નેહરાએ જણાવ્યું હતું કે, 'ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ભારતીય ટીમનો 3-0થી વ્હાઇટવોશ થયા બાદ બુમરાહે જે રીતે ટીમનું નેતૃત્વ કર્યું તે જોવા જેવું છે. તમે જસ્સી(જસપ્રીત બુમરાહ)ને હરાવી શકતા નથી. જો બુમરાહ હરાજીમાં હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. IPL ટીમો માટે 520 કરોડ રૂપિયાનું પર્સ પણ ઓછુ પડ્યું હતો.

જસપ્રીત બુમરાહ માટે તો IPLના ઓક્શનમાં 520 કરોડ રૂપિયા પણ ઓછા પડે: આશિષ નેહરાએ કર્યા વખાણ 2 - image


Google NewsGoogle News