'રોહિત-કોહલીએ પણ રન નહોતા કર્યા, તો મને જ કેમ કાઢ્યો', દમદાર ખેલાડીનો સંન્યાસ બાદ ઘટસ્ફોટ
Image Source: Twitter
નવી દિલ્હી તા. 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર
ભારતીય ટીમ માટે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમનાર બંગાળના ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રણજી ટ્રોફીની આ સીઝન બાદ હવે બંગાળના કેપ્ટનનો જલવો જોવા મળશે નહીં. બિહાર સામે ટીમ માટે ઈનિંગ અને 204 રનની મોટી જીત સાથે જ મનોજ તિવારીએ તમામ ફોર્મેટથી સંન્યાસની જાહેરાત કરી. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ જ તેમણે પોતાના ઈન્ટરવ્યૂથી હોબાળો મચાવી દીધો છે.
ઈન્ટરનેશનલ કરિયર અંગે મનોજ તિવારીએ જણાવ્યુ કે તેઓ મહેન્દ્ર સિંહ ધોનીને પ્રશ્ન કરવા માગશે કે તેમને સદી ફટકાર્યા બાદ પણ આખરે ટીમમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ચેન્નઈમાં તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 104 રનની ઈનિંગ રમી હતી. મનોજ તિવારીને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. 6 મેચ બાદ જ ઝિમ્બાબ્વે સામે 3 મેચની સિરીઝથી તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. મને જ્યારે પણ તક મળશે તો મહેન્દ્ર સિંહ ધોની પાસે આ વાતને જરૂર સાંભળવા માંગીશ. હુ તેમને જરૂર આ પ્રશ્ન પૂછવા માંગીશ. આમ તો આ વાત તેમને એમ જ મળીને પૂછવા માંગુ છુ.
મહેન્દ્ર સિંહ ધોનીને એ પણ પૂછવુ છે કે મને રન બનાવ્યા બાદ તે સદી ફટકાર્યા બાદ આખરે ટીમમાંથી બહાર કેમ કરી દેવાયો. ખાસ કરીને તે મેચ જેમાં કોઈ પણ ખેલાડીએ રન બનાવ્યા નહોતા. વિરાટ કોહલી, રોહિત શર્મા કે પછી સુરેશ રૈના જ કેમ ના હોય કોઈના પણ બેટથી રન આવ્યા નહોતા. હવે તો મારી પાસે ગુમાવવા માટે કંઈ પણ નથી.