VIDEO : 2 ઓવરમાં 61 રન કરવાના હતા, બેટરે મચાવ્યું તોફાન, અસંભવને સંભવ કરી બતાવ્યું!

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
austria romania cricket match in european-t10-cricket
Image : Twitter

61 Runs Chased In 11 Balls: ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. અને આ રમતમાં રોજ નવા રેકોર્ડ બને છે અને જૂના રેકોર્ડ તુટે છે. આ બધા વચ્ચે કેટલીક એવી ઘટના પણ બને છે જેને લોકો વર્ષો સુધી યાદ રાખે છે. ત્યારે યુરોપિયન ક્રિકેટ T10 ટુર્નામેન્ટમાં પણ આવુ જ જોવા મળ્યું હતું. જેમાં ઓસ્ટ્રિયા વિરુદ્ધ રોમાનિયાના મેચમાં ઓસ્ટ્રિયાને છેલ્લી બે ઓવરમાં એટલે કે 12 બોલમાં 61 રનની જરૂર હતી અને ટીમના બેટરે એવી તોફાની ઈનિંગ રમી કે ટાર્ગેટને 11 બોલમાં જ ચેઝ કરી લીધો હતો. 

ઓસ્ટ્રિયાના બેટરે અસંભવને સંભવ કરી બતાવ્યું

ક્રિકેટમાં જ્યારથી T20નું આગમન થયું ત્યારથી બેટરોમાં આક્રમક શૈલી વધુ જોવા મળી રહી છે. હવે તો બેટરો ટેસ્ટ અને વનડેમાં પણ તોફાની ઈનિંગ રમી રહ્યા છે. જેના કારણે અને રેકોર્ડ ધરાશાયી થયા છે. ત્યારે યુરોપિયન T10 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રિયાના બેટરે અસંભવને સંભવ કરી બતાવ્યું હતું. ઓસ્ટ્રિયાએ અને રોમાનિયા વચ્ચેની મેચમાં એક તબક્કે ઓસ્ટ્રેલિયા મેચ હારી જશે તેવુ લાગી રહ્યું હતું. કોઈને પણ આશા ન હતી કે બે ઓવર એટલે કે 12 બોલમાં 61 રનનો ટાર્ગેટ ચેઝ કરશે, જો કે આકિબ ઈકબાલે એવી ઈનિંગ રમી કે અશ્કયને શક્ય કરી બતાવ્યું હતું.

આકિબે 2 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા

આકિબે 19 બોલમાં 72 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેના સહારે ઓસ્ટ્રિયાનો 7 વિકેટે વિજય થયો હતો. આકિબે 2 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ટીમને 11 બોલમાં જ વિજેતા બનાવી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા રોમાનિયાની ટીમે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 168 રનનો ટાર્ગેટ એક બોલ શેષ રહેતા જ ચેઝ કર્યો હતો. રોમાનિયાની ટીમે 9મી ઓવરમાં 41 રન આપ્યા હતા જેમાં 9 એક્સ્ટ્રા રન સામેલ હતા. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી, જે ટીમે 5 બોલમાં પુરા કરી લીધા હતા.

આ પણ વાંચો: 

ટીમ ઈન્ડિયાના 4 દિગ્ગજ ખેલાડીઓ સામે FIR

ક્રિકેટજગતના લોકપ્રિય ખેલાડીએ તમામ ફોર્મેટમાંથી લીધી વિદાય

યુવરાજની ઓલટાઈમ ઇલેવનમાં ધોની નહીં પણ જૂના દુશ્મનને આપ્યું સ્થાન

VIDEO : 2 ઓવરમાં 61 રન કરવાના હતા, બેટરે મચાવ્યું તોફાન, અસંભવને સંભવ કરી બતાવ્યું! 2 - image


Google NewsGoogle News