જે અંગ્રેજ બોલરને ભારતના વિઝાના ફાંફાં હતા, તેણે 6 બોલમાં ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ ખેરવી
IND Vs ENG, Saqib Mahmood : પૂણે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20I મચ રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાચો સાબિત થયો હતો. કારણ કે ઇંગ્લેન્ડનો ઝડપી બોલર સાકિબ મહમૂદે પોતાની પહેલી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે એક જ ઓવરમાં ભારતના ત્રણ ટોપ બેટરોને પવેલિયનભેગા કરી દીધા હતા. સાકિબે પહેલા સંજૂ સેમસન અને પછી તિલક વર્મા અને છલ્લે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને આઉટ કરી દીધો હતો.
ભારતીય બેટરોને પવેલિયનભેગા કર્યા સાકિબે
ભારત સામે સાકિબ બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. આ દરમિયાન તેણે પહેલા જ બોલ પર સંજૂ સેમસનને આઉટ કરી દીધો હતો. સેમસન પૂલ શોટ રમવા જતા આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ તેણે બીજા બોલ પર તિલક વર્માને આઉટ કર્યો હતો અને પછી પૂરી સીરિઝમાં ફ્લોપ રહેનારા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. સૂર્યકુમાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થિયા ગયો હતો.
ભારતીય ટીમની 12 રનના સ્કોર પર 3 વિકેટ પડી ગઈ
જો મેચની વાત કરીએ તો ભારતીય ટીમની 12ના સ્કોર પર 3 વિકેટ પડી ગઈ હતી. આ સીરિઝમાં પહેલીવાર એવું બન્યું હતું કે જયારે ઈંગ્લીશ કેપ્ટન જોશ બટલરે ટોસ જીત્યો હોય. ભારત પાસે હાલ સીરિઝમાં 2-1ની લીડ છે. જો ભારત આ ચોથી T20I મેચ જીતી લેશે તો સીરિઝ પર પોતાનો કબજો મેળવી લેશે. પરંતુ જે રીતે ભારતીય બેટરો પ્રદર્શન કરી રહ્યા છે તેને જોતા આ મુશ્કેલ લાગી રહ્યું છે.
આ કારણને લીધે સાકિબને નહોતા મળ્યા ભારતના વિઝા?
હકીકતમાં સાકિબ મહમૂદ પાકિસ્તાની મૂળનો ક્રિકેટર છે અને આ જ કારણ છે કે તેને ભારતના વિઝા મેળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાકિબનો જન્મ 25 ફેબ્રુઆરી 1997 ના રોજ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં થયો હતો. તેણે વર્ષ 2019માં T20Iમાં ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2020માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે તે જ વર્ષે ટેસ્ટ મેચ પણ રમી હતી. સાકિબ મહમૂદે 2 ટેસ્ટમાં 6 વિકેટ લીધી હતી. તેણે 9 વનડે મેચોમાં 14 વિકેટ લીધી હતી. T20Iમાં તેના નામે 21 વિકેટ છે. સાકિબ મહમૂદને ઈંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાં એક મોટું નામ માનવામાં આવે છે કારણ કે તેની પાસે બોલને સ્વિંગ કરવાની પ્રતિભા છે. આ સિવાય તે બોલને ઉલટાવી પણ શકે છે.