Get The App

151 સદી, 48000 રન... આ ધાકડ બેટરને આઉટ કરવામાં ભલભલા બોલરના પરસેવા છૂટી જતાં

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
151 સદી, 48000 રન... આ ધાકડ બેટરને આઉટ કરવામાં ભલભલા બોલરના પરસેવા છૂટી જતાં 1 - image

England Batsman Sir Geoffrey Boycott : ક્રિકેટ જગતમાં એવા બહુ ઓછા બેટર હશે જેમની પાસે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 150 વધુ સદી અને 200થી વધુ અડધી સદી ફટકારવાનો રૅકોર્ડ હોય. આ યાદીમાં ઇંગ્લૅન્ડના મહાન બેટર સર જ્યોફ્રી બોયકોટનું નામ પણ સામેલ છે. બોયકોટ આજે 21 ઑક્ટોબર 84 વર્ષના થયા છે. બોયકોટે તેની ક્રિકેટ કારકિર્દીમાં અનેક સદીઓ ફટકારી હતી. બોયકોટને આઉટ કરતી વખતે બોલરોનો પરસેવો છૂટી જતો હતો. જોકે ખૂબ ધીમી ગતિએ રમવા બદલ તેની ટીકા પણ થઈ હતી.

જ્યોફ્રી બોયકોટ પોતાના ડિફેન્સને લઈને ખૂબ સજાગ રહેતા હતા. અને તેને ભેદવું બોલરો માટે ઘણું મુશ્કેલ બની રહેતું હતું. તેણે ઇંગ્લૅન્ડે રમેલી 108 ટેસ્ટમાંથી માત્ર 20માં જ ઈંગ્લિશ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓપનર તરીકે ઇંગ્લૅન્ડ અને યોર્કશાયર માટે તેની પહેલી જવાબદારી મોટો સ્કોર કરીને પોતાની ટીમને હારથી બચાવવાની રહેતી હતી.

સન 1964માં જ્યોફ્રી બોયકોટે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. ઇંગ્લૅન્ડ માટે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા. બોયકોટે 108 ટેસ્ટ મેચમાં 47.72ની સરેરાશથી 8114 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 22 સદી અને 42 અડધી સદી ફટકારી હતી. બોયકોટે ઇંગ્લૅન્ડ માટે 36 વનડે મેચ પણ રમી હતી. જેમાં તેણે 36.06ની સરેરાશથી 1082 રન બનાવ્યા હતા. બોયકોટે વન ડેમાં એક સદી સિવાય 9 અડધી સદી ફટકારી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બોયકોટનો શાનદાર રૅકોર્ડ રહ્યો છે. બોયકોટે 609 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 56.83ની સરેરાશથી 48426 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 151 સદી અને 238 અડધી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બોયકોટનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 261 રન રહ્યો હતો. આ સિવાય બોયકોટે 313 લિસ્ટ-A મેચો પણ રમી હતી. જેમાં તેણે 39.12ની સરેરાશથી 10095 રન બનાવ્યા હતા. બોયકોટે લિસ્ટ-A ક્રિકેટમાં 8 સદી અને 74 અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો : દિગ્ગજ ક્રિકેટરના ફેન્સ પર તૂટી પડી ભીડ, લાકડીઓ વડે માર્યો, પ્રતિંબધના વિરોધમાં દેખાવ કરી રહ્યો હતો

જો કૅપ્ટનશીપની વાત કરીએ તો જ્યોફ્રી બોયકોટે સન 1978માં માઈક બ્રેયરલીને ઈજા થવાને કારણે ચાર ટેસ્ટ મેચોમાં બોયકોટે ઇંગ્લૅન્ડની કૅપ્ટનશીપ પણ કરી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી બોયકોટને કોમેન્ટેટર તરીકે પણ સફળતા મળી હતી. બોયકોટને વર્ષ 2019માં નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી તેમના નામ સાથે 'સર' ઉમેરવામાં આવ્યું હતું. હાલમાં બોયકોટ ગળાના કેન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. તેણે આ વર્ષે જુલાઈમાં ચાહકો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા હતા. અગાઉ બોયકોટ વર્ષ 2022માં પણ ગળાના કેન્સરથી પીડિત હતા. જો કે તે સમયે તેમણે આ બીમારીને હરાવી હતી.

151 સદી, 48000 રન... આ ધાકડ બેટરને આઉટ કરવામાં ભલભલા બોલરના પરસેવા છૂટી જતાં 2 - image


Google NewsGoogle News