World Cup 2023 : ENG vs SA- ઈંગ્લેન્ડ 170 રનમાં તંબુભેગી, દ.આફ્રિકાએ 229 રને આપ્યો કારમો પરાજય

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ENG vs SA- ઈંગ્લેન્ડ 170 રનમાં તંબુભેગી, દ.આફ્રિકાએ 229 રને આપ્યો કારમો પરાજય 1 - image


England vs South Africa  World Cup 2023 : વર્લ્ડ કપ 2023ની 20મી મેચ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 229 રનથી હરાવ્યું હતું. આ સાથે જ સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

ઈંગ્લેન્ડની વનડેમાં મોટી હાર થઈ હતી

આજે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટે 399 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને જીતવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં ફક્ત 170 રન પર તંબુભેગી થઇ ગઈ હતી. આ સાથે જ સાઉથ આફ્રિકાએ આ મેચ 229 રને જીતી લીધી હતી. હેનરિક ક્લાસેનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં ત્રીજી જીત મેળવી છે. વનડેમાં ઈંગ્લેન્ડની આ મોટી હાર થઈ હતી અને આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ત્રીજીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. 

ક્લાસને વિસ્ફોટક ઇનિંગ રમી હતી

આજે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર જીત સાથે વાપસી કરી હતી. હેનરિક ક્લાસને તેની ત્રીજી સદી અને આ વર્ષની ચોથી સદી ફટકારી હતી. માર્કો જાનસેને પણ 42 બોલમાં 3 ચોગ્ગા અને છ છગ્ગા સાથે અણનમ 75 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : ENG vs SA- ઈંગ્લેન્ડ 170 રનમાં તંબુભેગી, દ.આફ્રિકાએ 229 રને આપ્યો કારમો પરાજય 2 - image

World Cup 2023 : ENG vs SA- ઈંગ્લેન્ડ 170 રનમાં તંબુભેગી, દ.આફ્રિકાએ 229 રને આપ્યો કારમો પરાજય 3 - image


Google NewsGoogle News