World Cup 2023 : ENG vs BAN - ઈંગ્લેન્ડ સામે બાંગ્લાદેશની શરમજનક હાર, 365ના ટાર્ગેટ સામે 227 રનમાં પછડાયું

ઈંગ્લેન્ડનો સ્કોર - 364/9, ડેવિડ મલાનની સેન્ચ્યુરી, જોની બેરિસ્ટો-જો રૂટનીની ફિફ્ટી, રેઈસ ટોપ્લેની 4 વિકેટ

બાંગ્લાદેશનો સ્કોર - 227/10, લિટન દાસ અને મુશ્ફિકુર રહીમની ફિફ્ટી, મહેંદી સહનની 4 વિકેટ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ENG vs BAN -  ઈંગ્લેન્ડ સામે બાંગ્લાદેશની શરમજનક હાર, 365ના ટાર્ગેટ સામે 227 રનમાં પછડાયું 1 - image


ધર્મશાળા, તા.10 ઓક્ટોબર-2023, મંગળવાર

આઈસીસી વર્લ્ડકપ-2023 (ICC World Cup-2023)ની આજની મેચમાં બાંગ્લાદેશ (Bangladesh)ની શરમજનક હાર થઈ છે. ઈંગ્લેન્ડ (England)ના 50 ઓવરમાં 9 વિકેટે 364 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમે રનનો ઢગલો ખડકી બાંગ્લાદેશ સામે 137 રને વિજય મેળવ્યો છે. આજની મેચમાં 1 ખેલાડીએ સેન્ચ્યુરી, જ્યારે કુલ 4 ખેલાડીએ ધમાકેદાર ફિફ્ટી ફટકારતા ઉપરાંત રનનો ઢગલો પણ ખડકાતા પ્રેક્ષકોએ પણ ભરપુર મજા માણી છે.

ડેવિડ મલાનની સદી, 5 સિક્સ ફટકારી

ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાનેDawid Malan વિસ્ફોટ બેટીંગ કરતો જોવા મળ્યો હતો. તેણે આજની મેચમાં 107 બોલમાં 16 ફોર અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડમાં એક માત્ર ડેવિડ મલાનને સર્વોચ્ચ સ્કોર 140 રનનો છે.

જોની બેરિસ્ટો-જો રૂટનીની ફિફ્ટી

ઈંગ્લેન્ડ તરફથી જોની બેરિસ્ટો (Jonny Bairstow) અને જો રૂટે (Joe Root) પણ ધમાકેદાર ઈનિંગ રમી ફિફ્ટી ફટકારી છે. બેરિસ્ટોએ 59 બોલમાં 8 ફોર સાથે 52 રન જ્યારે રૂટે 68 બોલમાં 8 ફોર અને 1 સિક્સ સાથે 82 રન ફટકાર્યા છે, જ્યારે કેપ્ટન જોશ બટલરે 20 રન, હેરી બ્રુકે 20 રન ફટકાર્યા છે.

બાંગ્લાદેશના મહેંદી હસનની 4 વિકેટ

બાંગ્લાદેશ તરફથી મહેંદી હસને સૌથી વધુ 4 વિકેટ જ્યારે શોરીફુલ ઇસ્લામે 3 વિકેટ ખેરવી છે. તસ્કીમ અહેમદ અને શાકિબ અલ હસને 1-1 વિકેટ ખેરવી છે.

બાંગ્લાદેશના 2 ખેલાડીઓની ફિફ્ટી

બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 66 બોલમાં 7 ફોર અને 2 સિક્સ સાથે 76 રા જ્યારે મુશ્ફિકુર રહીમે 64 બોલમાં 51 રન ફટકાર્યા છે, જ્યારે બાકીના તમામ ખેલાડીઓનું નબળું પ્રદર્શન જોવા મળ્યું છે.

રેઈસ ટોપ્લેની 4 વિકેટ

ઈંગ્લેડ તરફી રેઈસ ટોપ્લેએ સૌથી વધુ 4 વિકેટ ખેરવી છે, જ્યારે ક્રિસ વોક્સે 2 વિકેટ, સેમ કુરન, માર્ક વુડ, આદિલ રાશીદ, એલ.લિવિંગસ્ટને 1-1 વિકેટ ખેરવી છે.


Google NewsGoogle News