World Cup 2023 : ENG vs AFG : અફઘાનિસ્તાનનો તરખાટ, ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું, રાશિદ-મુજીબની 3-3 વિકેટ

અફઘાનિસ્તાનનો સ્કોર : 284 રને ઓલઆઉટ, ગુરબાઝ અને અલીખિલે ફિફ્ટી, મુજીબ-રાશિદની 3-3 વિકેટ

ઈંગ્લેન્ડનો સ્કોર, 215 રને ઓલઆઉટ, હેરી બ્રુકના 66 રન, આદિલ રાશિદની 3, માર્ક વુડની 3 વિકેટ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ENG vs AFG : અફઘાનિસ્તાનનો તરખાટ, ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું, રાશિદ-મુજીબની 3-3 વિકેટ 1 - image


England vs Afghanistan World Cup 2023 : વર્લ્ડકપ-2023ની 13મી મેચમાં મોટો ઉલટફેર સર્જાયો છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને હાર આપી છે. અફઘાનિસ્તાનના ધમાકેદાર પરફોર્મન્સ સામે ઈંગ્લેન્ડની ટીમ ઘૂંટણીએ પડી ગઈ છે. અફઘાનિસ્તાની ટીમના 285 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ સાથે અફઘાનિસ્તાને વર્લ્ડકપ-2023માં પ્રથમ જીત નોંધાવી છે. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈકરામ અલીખિલ મજબુત બેટીંગ કરી ફિફ્ટી ફટકારી છે, તો ઈબ્રાહીમ જદરન, રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને પણ મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદે સૌથી વધુ વિકેટ ઝડપી છે. 

વર્લ્ડકપમાં સતત 14 મેચો હાર્યા બાદ અફઘાનિસ્તાને આજે દિગ્ગજ કહેવાતી ટીમ ઈંગ્લેન્ડે હરાવી મોટો અપસેટ સર્જ્યો છે.

ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકના ફિફ્ટી

ઈંગ્લનેન્ડ તરફથી બેટીંગમાં હેરી બ્રુક અને બોલિંગમાં આદિલ રશીદે મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે બાકીના તમામ ખેલાડીઓએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. હેરી બ્રુકે 66 રન કર્યા હતા, જ્યારે આદિલ રશીદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઈંગ્લેન્ટની ટીમનો ટોપ લેવલના ખેલાડી જોની બેરીસ્ટો 2 રને, ડેવિડ મલાન 32 રને, જો રુટ 11 રને, જોશ બટલરે માત્ર 9 રન બનાવ્યા હતા.

મેચનો LIVE સ્કોર કાર્ડ જોવા અહીં ક્લિક કરો

ઈંગ્લેન્ડની ઈનિંગ્સ LIVE

• અફઘાનિસ્તાનનો ઈંગ્લેન્ડ સામે 69 રને વિજય

• સ્કોર 40.3 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ

• સ્કોર 40 ઓવરમાં 213/9

• સ્કોર 35 ઓવરમાં 173/8

• ઈંગ્લેન્ડની 8મી વિકેટ પડી - મુજીબની ઓવરમાં હેરી બ્રુક્સ આઉટ, બ્રુક્સે 61 બોલમાં 7 ફોર અને 1 સિક્સ સાથે ફટકાર્યા 66 રન

• ઈંગ્લેન્ડની 7મી વિકેટ પડી - મુજીબની ઓવરમાં ક્રિસ વોક્સ 9 રને આઉટ

• સ્કોર 30 ઓવરમાં 132/5

• ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી - મોહમ્મદ નાબીની ઓવરમાં સેમ કુરન 10 રને આઉટ

• સ્કોર 25 ઓવરમાં 132/5

• ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી - રાશીદ ખાનની ઓવરમાં લિવિંગસ્ટન 10 રને આઉટ

• સ્કોર 20 ઓવરમાં 115/4

• ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પડી - નવીન-ઉલ-હકની બોલીંગમાં કેપ્ટન જોસ બટલર 9 રને આઉટ

• સ્કોર 15 ઓવરમાં 72/3

• ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી - મોહમ્મદ નાબીની ઓવરમાં ડેવિડ મલાન આઉટ, મલાનના 39 બોલમાં 4 ફોર સાથે 32 રન

• સ્કોર 10 ઓવરમાં 52/2

ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી - મુજીબર ઉર રહેમાનની ઓવરમાં જો રુટ સસ્તામાં આઉટ, રૂટના 17 બોલમાં 2 ફોર સાથે 11 રન

• સ્કોર 5 ઓવરમાં 22/1

ઈંગ્લેન્ડની પહેલી વિકેટ પડી - ફઝલહક ફારૂકીની ઓવરમાં જોની બેરીસ્ટો સસ્તામાં આઉટ, બેરીસ્ટોના 4 બોલમાં માત્ર 2 રન

• ઈંગ્લેડના બેટર જોની બેરીસ્ટો અને ડેવિડ મલાન આવ્યા મેદાનમાં

અફઘાનિસ્તાનનો સ્કોર 49.5 ઓવરમાં 284 રને ઓલઆઉટ, ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 285 રનનો ટાર્ગોટ

અફઘાનિસ્તાનની ધમાકેદાર બેટીંગ

અફઘાનિસ્તાન તરફથી રહેમાનુ્લાહ ગુરબાઝે 57 બોલમાં 8 ફોર અને 4 સિક્સ સાથે 80 રન, ઈકરામ અલીખિલે 66 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 58 રન, મુજીબ ઉર રહેમાને 16 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 28 રન, જ્યારે ઈબરાહીમ જદરને 28 રન, રાશિદ ખાને 23 રન કર્યા છે. અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ગુરબાઝ અને ઈબરાહિમ જદરન વચ્ચે 114 રનની પાર્ટનરશીપ થઈ છે. ઓપનિંગ જોડીની મજબુત બેટીંગના કારણે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે સન્માજનક સ્કોરનો પડકાર મુક્યો છે.

અફઘાનિસ્તાનના ઓપનરોએ ઈંગ્લેન્ડનો બોલરોને હંફાવ્યા

અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન ગુરબાઝ અને ઈબરાહિમ જદરને શરૂઆતથી જ મેચ પર પક્કડ જમાવી હતી. બંને વચ્ચે કુલ 114 રનની પાર્ટનરશીપ થઈ હતી. બંને ખેલાડીઓએ મેદાનમાં ચારેકોર ફટકાબાજી કરી ઈંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા.

ઈંગ્લેન્ડના આદિલ રશીદની 3 વિકેટ

ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ આદિલ રશીદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્ક વુડે 2 વિકેટ, લિવિંગ્સ્ટન, જો રૂટ, રૈસી ટોપ્લેયે 1-1 વિકેટ ખેરવી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી

આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી બે મેચ રમી છે જેમાંથી તેને એક મેચમાં જીત મળી તો એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : ENG vs AFG : અફઘાનિસ્તાનનો તરખાટ, ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું, રાશિદ-મુજીબની 3-3 વિકેટ 2 - image

Google NewsGoogle News