Get The App

ના કોહલી, ના કેન વિલિયમસન... આ ભારતીય ક્રિકેટર છે જેમ્સ એન્ડરસનનો ફેવરિટ બેટ્સમેન

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
James Anderson


James Anderson : ઈંગલેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન આજે (10 જુલાઈ) ઈંગલેન્ડ માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેંચ રમવા તૈયાર છે. જેમાં વિરાટ કોહલી, કેન વિલિયમસન અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવન સ્મિથને નજર-અંદાજ કરીને પૂર્વ ભારતીય કેપ્ટનને તેના કરિયરમાં સામનો કરનાર સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવ્યાં છે. 41 વર્ષના ફાસ્ટ બોલરે 87 ટેસ્ટ મેચોમાં 700 વિકેટ લીધી છે. જેમ્સના કહેવા પ્રમાણે, તેમના 21 વર્ષના કરિયરમાં સૌથી સારો બેટ્સમેન સચિન તેંડુલકર છે.

મને લાગે છે સૌથી મહાન બેટ્સમેન સચિન છે : અન્ડરસન

એન્ડરસને લોર્ડ્સમાં તેની વિદાય સમયની ટેસ્ટ મેચની શરૂઆતની પહેલા સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે સૌથી મહાન બેટ્સમેન સચિન તેંડુલકર છે.' એન્ડરસને ભારત સામે અત્યાર સુધી રમેલી 39 ટેસ્ટ મેચમાં 149 વિકેટ લીધી હતી. જેમાં તેણે સચિનને 9 વખત હરાવ્યો હતો. 

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને આઉટ કરવો મારા કરિયરની સૌથી શ્રેષ્ઠ વિકેટ : અન્ડરસન

એન્ડરસને જણાવ્યું હતું કે, 'મે જે બોલરનો સામનો કર્યો છે તેમાંથી સૌથી સારા બોલર ગ્લેન મેકગ્રા અને ડેલ સ્ટેન છે. બંને માંથી કોઈ એકને પસંદ કરવો મુશ્કેલ છે. પરંતુ બંને વિશ્વસ્તરના બોલર છે.' ટેસ્ટ કે વનડે મેચમાં ઈંગલેન્ડના અન્ડરસન વિકેટ લેવામાં માહિર છે. તેણે વધુ ખુલાસા કરતાં જણાવ્યું હતું કે, 2013ની ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ મેચમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને આઉટ કરવો તેના કરિયરની સૌથી શ્રેષ્ઠ વિકેટ હતી. બીજી તરફ, એજ મેદાનમાં ભારત સાથેની મેચમાં તેણે 81 રન કરીને સૌથી મોટી ઉપલબ્ધ મેળવી હતી. જેના પર આજે પણે તે ગર્વ અનુભવે છે. 

ટેસ્ટ મેચોમાં 700 બેટ્સમેનને આઉટ કરનાર પહેલા ફાસ્ટ બોલર 

અન્ડરસનને ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ટેસ્ટમાં 13 વિકેટની જરૂર છે. જેથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 કે તેથી વધુ વિકેટ લેનાર મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન પછીના પહેલા ફાસ્ટ બોલર બનવાની સાથે ત્રીજો એવો ક્રિકેટર બની શકે છે. આ ઉપરાંત, અન્ડરસન માત્ર 9 વિકેટ પણ મેળવે તો તે વોર્નના 708 વિકેટ લેવાના સ્કોરને પાર કરી શકે છે. આમ જો આવું થાય તો અન્ડરસન સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં બીજા સ્થાન મેળવશે.


Google NewsGoogle News