Ray Illingworth: પૂર્વ ઈંગ્લિશ કેપ્ટનનું અવસાન, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 24 હજાર કરતાં વધારે રન, 2000 વિકેટ

Updated: Dec 26th, 2021

Google NewsGoogle News
Ray Illingworth: પૂર્વ ઈંગ્લિશ કેપ્ટનનું અવસાન, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 24 હજાર કરતાં વધારે રન, 2000 વિકેટ 1 - image


- ઈલિંગવર્થ 1994 અને 1996માં સિલેક્ટર્સના ચેરમેન પણ રહી ચુક્યા હતા

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

રમત જગત માટે રવિવાર (26 ડિસેમ્બર)નો દિવસ સારો નથી રહ્યો. આ દિવસે સવારે 3 ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેના પહેલા અલ્જીરિયા ખાતે ફૂટબોલ મેચ દરમિયાન ફૂટબોલર Sofiane Loukarનું હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું. પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના માતાનું પણ અવસાન થયું છે. 

રે ઈલિંગવર્થ ઘણાં લાંબા સમયથી esophageal કેન્સરનો સામનો કરી રહ્યા હતા. આ ઓફ સ્પિન ઓલરાઉન્ડરે પોતાની કરિયરની શરૂઆત 1951માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી કરી હતી. તે સમયે તેમની ઉંમર 19 વર્ષ હતી. ઈલિંગવર્થ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 787 મેચ રમ્યા જેમાં તેમણે 24,143 રન કર્યા અને 2,072 વિકેટ પણ લીધી. ઈલિંગવર્થે પોતાની કેપ્ટનશિપમાં જ યોર્કશાયર ટીમને સતત 3 વખત (1966થી 1968 સુધી) કાઉન્ટી ચેમ્પિયન બનાવી હતી. 

ઈલિંગવર્થે પોતાની કેપ્ટનશિપમાં એશેજ જીતાડી

પૂર્વ દિગ્ગજ પ્લેયર 1958થી 1973 સુધી ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા. આ દરમિયાન તેઓ 61 ટેસ્ટ અને 3 વનડે મેચ રમ્યા. ઈલિંગવર્થે ટેસ્ટમાં 1836 રન બનાવ્યા અને 122 વિકેટ લીધી. વનડેમાં તેમણે 2 પારીમાં ફક્ત 5 રન બનાવ્યા પરંતુ 4 વિકેટ લીધી.  તેમણે પોતાની કેપ્ટનશિપમાં જ 1970/71ની એશેજ સીરિઝમાં શાનદાર 2-0થી વિજય અપાવ્યો હતો. 

ઈંગ્લેન્ડ ટીમના કોચ પણ રહી ચુક્યા

સંન્યાસ લીધા બાદ પણ તેમણે ક્રિકેટને છોડી નહોતી. તેઓ બીબીસી ટેલિવિઝન કવરેજ અને મેચની બ્રોડકાસ્ટ ચેનલ્સનો પણ હિસ્સો હતા. આ સાથે જ તેમણે 1995-96માં ઈંગ્લેન્ડ ટીમનું કોચિંગ પણ કર્યું હતું. તે સિવાય ઈલિંગવર્થ 1994 અને 1996માં સિલેક્ટર્સના ચેરમેન પણ રહી ચુક્યા હતા. 

Google NewsGoogle News
Gujarat