ઈંગ્લેન્ડના કેપ્ટને કરી એવી ભૂલ કે સજા ભોગવી રહી છે આખી ટીમ... BCCI અધ્યક્ષે આપી ચેતવણી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 08 માર્ચ 2024 શુક્રવાર
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ધર્મશાળામાં ગુરૂવારથી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 218 રન બનાવ્યા. જવાબમાં રોહિત શર્મા અને શુભમન ગિલની સદીથી ભારત 300થી વધુ રન બનાવી ચૂક્યુ છે.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પહેલા જ સિરીઝ પર 3-1 થી કબ્જો જમાવી લીધો છે. બેન સ્ટોક્સની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ હતાશ જોવા મળ્યુ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યુ કે 'સ્ટોક્સ એક મોટી ભૂલ છે, જેની સજા ટીમને મળી રહી છે.'
બિન્નીએ કહ્યું કે, 'બેન સ્ટોક્સની કેપ્ટનશિપ ખૂબ આક્રમક રહી છે અને મને લાગે છે કે અમુક મેચોમાં તેમની હારનું કારણ પણ આ જ રહ્યુ છે. આટલી આક્રમકતાની સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતીય સ્પિનર્સનો સામનો કરવાનો પ્રયત્ન કરવો પણ એક કારણ રહ્યુ છે.'
પૂર્વ ઝડપી બોલર ઓલરાઉન્ડર રોજર બિન્ની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા છે. તેમણે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ 18 વિકેટ લીધી હતી. બીસીસીઆઈ અધ્યક્ષ બિન્નીએ પોતાના આ નિવેદન દ્વારા ઈંગ્લેન્ડ ટીમને વોર્નિંગ આપી છે. તેમણે ઈશારામાં કહ્યુ કે ઈંગ્લેન્ડે સ્થિતિના હિસાબે રમવુ જોઈએ.