ડેબ્યૂ મેચમાં રચ્યો ઇતિહાસ, 41 વર્ષ જૂનો ભારતીય દિગ્ગજનો રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં કરી છગ્ગા-ચોગ્ગાવાળી
Image:Twitter
ENG vs SL: ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગ માન્ચેસ્ટરમાં રમાઇ હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે, શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધનંજય ડી સિલ્વાની ટીમે 113 રનમાં 7 વિકેટ ગુમાવી દીધા બાદ પણ શ્રીલંકાની ટીમ ઈનિંગના અંતે ઓલઆઉટ થતા 236 રન સુધી પહોંચી શકી હતી.
આ મેચમાં શ્રીલંકન બેટ્સમેન મિલન પ્રિયનાથ રત્નાયકે એક અદ્દભુત રેકોર્ડ બનાવ્યો છે. ક્રિકેટરે 135 બોલમાં 72 રનની શાનદાર લડાયક ઇનિંગ રમીને ટીમને મજબૂતી આપી હતી. આ સાથે મિલન ડેબ્યૂ ટેસ્ટ મેચમાં નંબર 9 પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બલવિંદર સિંહ સંધુનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
બલવિંદર સિંહે 1983માં પાકિસ્તાન સામે હૈદરાબાદ (સિંઘ) ટેસ્ટ મેચમાં આ કારનામો કર્યો હતો. બલવિંદર સિંહ સંધુએ ભારતની પહેલી ઇનિંગ્સમાં નવમા નંબર પર બેટિંગ કરતાં 71 રન ફટકાર્યા હતા.
આ મેચની વાત કરીએ તો, મિલન પ્રિયનાથ રત્નાયકે શ્રીલંકા માટે આ ક્રમે સૌથી વધુ રન ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ મામલે ઉપલ ચંદાના ટોપ પર છે. તેણે 2002માં ઝિમ્બાબ્વે સામે નવમા નંબરે બેટિંગ કરતા 92 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ સામેની મેચમાં મિલન પ્રિયનાથ રત્નાયકેએ ધનંજય ડી સિલ્વા સાથે 63 રનની ભાગીદારી કરી હતી. ધનંજય ડી સિલ્વા (Dhananjaya De Silva) 74 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રત્નાયકેએ વિશ્વા ફર્નાન્ડો(Vishwa Fernando) સાથે 50 રનની ભાગીદારી કરી હતી. મિલન પ્રિયનાથ રત્નાયકે 72 રન બનાવીને આઉટ થયો હતો.
વિશ્વા ફર્નાન્ડો (Vishwa Fernando) 13 રન બનાવીને છેલ્લી વિકેટ તરીકે રનઆઉટ થયો હતો. મિલન પ્રિયનાથ રત્નાયકે અને ધનંજય ડી સિલ્વા સિવાય કુસલ મેન્ડીમને 24 રન બનાવ્યા હતા. દિનેશ ચાંદીમલે 17 રન તો દિગ્ગજ એન્જેલો મેથ્યુઝ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
આ પણ વાંચો: કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં પણ આ દિગ્ગજોને રોહિત શર્માએ T20 વર્લ્ડકપ જીતવાનો શ્રેય આપ્યો
બોલિંગમાં ક્રિસ વોક્સ (Chris Woakes) અને શોએબ બશીરે 3-3 વિકેટ લીધી હતી. ગુસ એટકિન્સને 2 વિકેટ લીધી હતી જ્યારે માર્ક વૂડને 1 વિકેટ મળી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે વિકેટ ગુમાવ્યા વગર 22 રન બનાવી લીધા હતા.