World Cup 2023 : આજે ઇંગ્લેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વાલિફાઈ કરવા જીત જરુરી, નેધરલેન્ડ્સ સામે પુણેમાં થશે ટક્કર
ઇંગ્લેન્ડની ટીમ 7માંથી 6 મેચ હારી સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુકી છે
નેધરલેન્ડ્સનું મનોબળ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવ્યા બાદ ખુબ વધી ગયું છે
World Cup 2023 ENG vs NED : ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે આજે ODI World Cup 2023ની 40મી મેચ રમાનાર છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. ઇંગ્લેન્ડની ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલ પર 10માં સ્થાને છે અને તે સેમિફાઈનલની રેસથી બહાર થઇ ચુક્યું છે. આજે તેનો લક્ષ્ય પોઈન્ટ્સ ટેબલના ટોપ-7માં આવીને Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ કરવાનો રહેશે. જયારે નેધરલેન્ડ્સની નજર આ મેચ મોટા અંતરથી જીતીને સેમિફાઈનલની રેસમાં બન્યા રહેવા પર રહેશે. આ મેચ જીતીને તે Champions Trophy 2025 માટે પણ ક્વાલિફાઈ કરી શકશે.
કેવી રહેશે પુણેની પિચ
ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે પુણેના મેદાન પર મેચ રમાનાર છે. પુણેની પિચ પર બેટ્સમેન અને બોલર બંનેને સમાન મદદ મળે છે. અત્યાર સુધી ODI World Cup 2023માં અહીં ત્રણ મેચ રમાઈ છે. બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 240થી 260 જેટલા રન બનાવ્યા છે. એક મેચમાં સ્કોર 350થી વધુ હતો. આ પિચ પર ફાસ્ટ બોલરોની સાથે સાથે સ્પિનરોને પણ સમાન મદદ મળે છે.
ઇંગ્લેન્ડે એક મેચમાં નેધરલેન્ડ્સ સામે 498 રન બનાવ્યા હતા
ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમાઈ છે અને દરેક મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી છે. આ બંને ટીમો વચ્ચે ત્રણ વખત ODI World Cupમાં ટક્કર થઇ છે. જયારે બાકીની 3 મેચ આ વર્ષે રમાયેલી વનડે સિરીઝમાં રમાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે એક મેચમાં નેધરલેન્ડ્સ સામે 498 રન બનાવ્યા હતા. આજે નેધરલેન્ડ્સ પાસે ઇંગ્લેન્ડને હરાવવાની સુવર્ણ તક છે. કારણ કે ઇંગ્લેન્ડ સતત હાર્યા બાદ તેનું આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યું છે. જયારે નેધરલેન્ડ્સનું મનોબળ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવ્યા બાદ ખુબ વધી ગયું છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ઇંગ્લેન્ડ
જોસ બટલર (c/wkt), જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ/હેરી બ્રુક, મોઈન અલી, લિયમ લિવિંગસ્ટન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગસ એટકિન્સન/બ્રાઈડન કાર્સ, આદિલ રશીદ
નેધરલેન્ડ્સ
સ્કોટ એડવર્ડ્સ (c/wkt), મેક્સ ઓ'ડાઉડ, વેસ્લી બરેસી, કોલિન એકરમેન, સિબ્રાન્ડ એન્ગલબ્રેટ, બાસ ડી લીડે, લોગન વાન બીક, રોએલોફ વાન ડેર મર્વ, શારિજ અહેમદ, આર્યન દત્ત, પોલ વાન મીકરેન