VIDEO: ફિલ્ડરે કેચ ટપકાવ્યો છતાં અમ્પાયરે આપ્યું આઉટ, ક્રિકેટ જગતની અનોખી ઘટના
Bangladesh Premier League (BPL) : હાલના દિવસોમાં બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ચાલી રહી છે. જેમાં રંગપુર રાઇડર્સ અને ફોર્ચ્યુન બારીશાલ વચ્ચે રમાયેલી એક મેચ દરમિયાન મોટો વિવાદ થયો હતો. થર્ડ અમ્પાયરે રંગપુર રાઇડર્સના બેટર મેહદી હસનને 'ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ' (મેદાનમાં અવરોધ ઊભો કરનાર) આઉટ આપ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. જેની ચર્ચા ખૂબ જ જોરશોરથી થઈ રહી છે.
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં રંગપુર રાઇડર્સની ઇનિંગની 19મી ઓવરમાં ફોર્ચ્યુન બરીશાલનો ઝડપી બોલર જહાનદાદ ખાન બોલિંગ કરવા આવ્યો હતો. ખુશદિલ શાહ (48) એ જહાનદાદ ખાનની આ ઓવરના પહેલા બે બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર જહાનદાદે ખુશદિલ શાહને મહમુદુલ્લાહના હાથે કેચ આઉટ કરી દીધો હતો. આ પછી નવો બેટર મેહદી હસન બેટિંગ માટે સ્ટ્રાઈક પર આવ્યો હતો. ત્યારબાદ જહાંનદાદે ચોથા બોલ પર મેહદી હસને ક્રોસ બેટેડ સ્લેપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોલ મેહદી હસનના બેટથી અથડાઈને મિડ પિચ તરફ જતો રહ્યો હતો.
ત્યારબાદ જહાનદાદ ખાને મેહદી હસનનો કેચ પકડવા દોડ્યો ત્યારે બંને બેટરો એક રન મેળવવા માટે દોડ્યા હતા. કદાચ જહાનદાદ ખાનને જોતાં નોન સ્ટ્રાઈકર બેટર નુરુલ હસન દિશા બદલીને સીધી રેખામાં દોડવાને બદલે પીચ તરફ દોડવા માંડ્યો હતો. આ સમય દરમિયાન નૂરુલ હસન અને જહાનદાદ ખાન ટકરાયા હતા. ટક્કર થતાંની સાથે જ જહાનદાદ ખાનના હાથમાંથી કેચ છૂટી ગયો હતો. આ પછી જહાનદાદ ખાન અને ફોર્ચ્યુન બારીશાલના ખેલાડીઓએ ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ માટે અપીલ કરી હતી.
પણ થર્ડ અમ્પાયરે તનવીર અહેમદને આઉટ આપ્યો
આ પછી થર્ડ અમ્પાયર તનવીર અહેમદે મહેદી હસનને ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ આઉટ આપી દીધો હતો. આ નિર્ણયથી બધા ચોંકી ગયા હતા કારણ કે જહાનદાદ ખાનને નોન સ્ટ્રાઈકર બેટર નુરુલ હસનનો બોલ વાગ્યો હતો. જ્યારે મેહદી હસનને સજા ભોગવવી પડી હતી. થર્ડ અમ્પાયરે આ નિર્ણય ક્રિકેટના નિયમ 37.3.1 હેઠળ આવ્યો હતો. આ નિયમ મુજબ, જો ફેંકવામાં આવેલો બોલ નો-બોલ ન હોય અને નોન સ્ટ્રાઈકર બેટર પોતાના સ્ટ્રાઈકરને કેચ આઉટ થવાથી બચાવવાના ઈરાદાથી જાણી જોઈને વિરોધી ટીમના ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરે છે તો તે કિસ્સામાં સ્ટ્રાઈકરને આઉટ માનવામાં આવશે.