VIDEO: કોહલીનો ખતરનાક શૉર્ટ, ડ્રેસિંગ રૂમ પાસેની ‘દીવાલ તોડી’ પાર થઈ ગયો બોલ
Virat Kohli : 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની પહેલી મેચ રમશે. જેને લઈને મેચ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે, ખેલાડીઓ ઘણો પરસેવો પાડી રહ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા હોય કે બુમરાહ બધા જ ટ્રેનિંગમાં સખત મહેનત કરી રહ્યા છે.
બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલા ટીમના ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ કરતી વખતે કોહલીનો એક શોટ ડ્રેસિંગ રૂમની નજીકની દિવાલ સાથે અથડાયો હતો, અને તેમાં બોલના કદનું મોટું કાણું પડી ગયું હતું. બોલ એટલી ઝડપે આવ્યો હતો કે તે દિવાલ તોડીને તેની પેલે પાર પહોંચી ગયો હતો. કોહલી આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચ બાદ પહેલીવાર રેડ બોલ ફોર્મેટમાં રમતો જોવા મળશે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ ફોર્મેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં છવાયો કોહલી, ચાહકોએ સ્ટેડિયમમાં લહેરાવી વિરાટની ‘જર્સી’
બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધીમાં ક્યારેય ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. ત્યારે હવે આ સીરિઝમાં બાંગ્લાદેશની ટીમ પોતાનું સારું પ્રદર્શન જાળવી રાખવા માંગશે. કારણ કે ટીમે તાજેતરમાં જ પાકિસ્તાન સામે તેના ઘરઆંગણે સીરિઝ જીતી હતી. ટીમમાં ઘણાં એવા ખેલાડીઓ છે કે, જે મુશ્કેલ સમયમાં ટીમમો સહારો બની શકે છે. ભારતીય ટીમ છેલ્લે 2024ની શરૂઆતમાં ટેસ્ટ સીરિઝ રમી હતી, ભારતે ઇંગ્લેન્ડને આ સીરિઝમાં 4-1થી હરાવ્યું હતું.
ભારતીય ટીમ આ સીરિઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની દિશામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે, હાલમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન ધરાવે છે. આગામી સમયમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ અત્યારથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મેદાનમાં ઉતરશે.