Get The App

કેપ્ટન રોહિતનું ટેન્શન વધ્યું, ઘરેલુ સીરિઝમાં 4 સ્ટાર ખેલાડી 'ફ્લોપ', બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં શું થશે?

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
કેપ્ટન રોહિતનું ટેન્શન વધ્યું, ઘરેલુ સીરિઝમાં 4 સ્ટાર ખેલાડી 'ફ્લોપ', બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં શું થશે? 1 - image


Duleep Trophy 2024: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે, પરંતુ સિરીઝની શરૂઆત પહેલા કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય સ્ટાર ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા પ્રેક્ટિસ માટે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ કરવાના છે. પરંતુ દુલીપ ટ્રોફીના પહેલા જ રાઉન્ડમાં ભારતીય સ્ટાર ખેલાડીઓને નિષ્ફળ જતા જોઈને રોહિત શર્મા ટેન્શનમાં હશે. યશસ્વી જયસ્વાલ, ઋષભ પંતથી લઈને શ્રેયસ અય્યર સુધીના ઘણા ખેલાડીઓ આ સમયગાળા દરમિયાન નિષ્ફળ રહ્યા હતા. 

યશસ્વી જયસ્વાલ

ઈન્ડિયા Bનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઈન્ડિયા A સામેની પ્રથમ ઈનિંગમાં 59 બોલમાં 6 ચોગ્ગાની મદદથી માત્ર 30 રન જ બનાવી શક્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

સરફરાઝ અહેમદ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનાર સરફરાઝ ખાન પણ આ સમયગાળા દરમિયાન નિષ્ફળ ગયો હતો. સરફરાઝ પણ ઈન્ડિયા B નો ભાગ છે અને તે ઈન્ડિયા A સામે 35 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. તેને આવેશ ખાને બોલ્ડ કર્યો હતો. ટીમ ઈન્ડિયામાં સરફરાઝ ખાનનું સ્થાન ખતરામાં છે કારણ કે, રિષભ પંત અને શ્રેયસ અય્યર જેવા સિનિયર ખેલાડીઓ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. જો સરફરાઝ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં સ્થાન મેળવવા ઈચ્છે છે તો તેણે આ તકોનો લાભ ઉઠાવવો પડશે.

રિષભ પંત

ઈન્ડિયા બીના એક અન્ય બેટ્સમેન રિષભ પંતે પણ ટીમ અને ભારતીય ચાહકોને નિરાશ કર્યા હતા. કાર અકસ્માત બાદ પંતે T20 અને ODI ટીમમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ તે હજુ સુધી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો નથી. પંત 10 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 7 રન બનાવીને ઈન્ડિયા A વિરુદ્ધ આઉટ થયો હતો.  

શ્રેયસ અય્યર

ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલો બેટ્સમેન શ્રેયસ અય્યર પણ દુલીપ ટ્રોફીની પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ રહ્યો હતો. ઐયર માત્ર 9 રન બનાવી વિજય કુમારનો શિકાર બન્યો હતો. ભારત માટે ફરી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવું હશે તો ઐયરે દુલીપ ટ્રોફી સહિતની ડોમેસ્ટિક મેચોમાં પરફોર્મન્સ અવશ્ય બતાવવું પડશે નહિ તો ચઢાણ કપરા જણાઈ રહ્યાં છે.


Google NewsGoogle News