‘હું અપશુકન નથી ઈચ્છતો’: વર્લ્ડકપ ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડ કોહલી વિશે આ શું બોલ્યા...

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
‘હું અપશુકન નથી ઈચ્છતો’: વર્લ્ડકપ ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડ કોહલી વિશે આ શું બોલ્યા... 1 - image


ઓસ્ટ્રેલિયાને બહારનો રસ્તો બતાવીને ભારતે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી અને હવે દિગ્ગજ ઈંગ્લેન્ડને પણ હરાવીને ભારતે વર્લ્ડકપ ટ્રોફી સુધી પહોંચવા એક છેલ્લું કદમ ભરી લીધું છે. સાત મહિનાની રાહ જોયા બાદ ટીમ ઈન્ડિયા પાસે ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. 19 નવેમ્બર 2023ના રોજ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ફરીથી ચેમ્પિયન બનવાની નજીક પહોંચી છે. 29મી જૂન, 2024 શનિવારનો દિવસ ભારતના ઈતિહાસમાં આલેખાવાનો છે.

ODI વર્લ્ડ કપની જેમ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પણ સતત શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 World Cupની ફાઈનલ રમાશે. જોકે આ ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડે અચાનક જ અપશુકનથી બચવાની વાત કરી છે અને તેનું કારણ છે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી.

ઇંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચમાં વિરાટ કોહલી માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. એક શાનદાર સિક્સ ફટકાર્યા બાદ બીજા જ બોલે વધુ એક મોટો શોટ રમવાના પ્રયાસમાં ક્લિન બોલ્ડ થયો છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચથી આ કિંગ કોહલી સાથે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યાં કોહલી નવા રૂપમાં રોહિત સાથે ઓપનિંગમાં આવતાની સાથે જ ઝડપથી બેટિંગ કરવાના પ્રયાસમાં એક બાદ એક નિષ્ફળ થઈ રહ્યો છે. સતત ખરાબ ફોર્મને કારણે સવાલો ઉઠી રહ્યાં છે કે શું ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ કોહલીને લઈને ટેન્શનમાં છે ?

કોહલીની બેટિંગ વિશે દ્રવિડે શું કહ્યું ?

સેમિફાઈનલમાં ટીમની જીત બાદ કોચ રાહુલ દ્રવિડે આ પ્રશ્નનો વિગતવાર જવાબ આપ્યો અને જણાવ્યું કે કોહલીના બેટમાંથી રન ન નીકળવા છતાં કોહલી અને સાથી ખેલાડીઓ શા માટે ચિંતિત નથી. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા દ્રવિડે કોહલીની બેટિંગનું વિશ્લેષણ કર્યું અને સ્વીકાર્યું કે જ્યારે પણ તે વધુ જોખમ લઈને બેટિંગ કરે છે ત્યારે ઘણી વખત તેને સફળતા મળતી નથી. કોહલી દ્વારા ફટકારેલી સિક્સરનો પણ ઉલ્લેખ કરતા દ્રવિડે કહ્યું કે તેણે ટીમને સારી શરૂઆત અપાવી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે બીજા જ બોલે સ્વિંગની વધુ મૂવમેન્ટ જોવા મળી અને લાઈન મિસ થતા બોલ્ડ થયો.

અપશુકન નથી ઈચ્છતો :

કોહલીની પ્રશંસા કરતા દ્રવિડે કહ્યું કે સ્ટાર બેટ્સમેનની રમવાની રીત અને તેનો ઈન્ટેન્ટ એટલેકે ઈરાદો પસંદ છે કારણકે તે આખી ટીમ માટે એક ઉદાહરણરૂપ બને છે. અહીં જ દ્રવિડે 'જિન્ક્સ' એટલે કે અપશુકન વિશે વાત કરી અને કહ્યું કે તે કોઈ પણ પ્રકારનું ખરાબ શુકન લાદવા નથી માંગતો પરંતુ તેને લાગે છે કે વિરાટ ફાઇનલમાં મોટી ઇનિંગ રમવા જઈ રહ્યો છે. ધ વોલે વિરાટના સમર્પણ અને એટીટ્યૂટની પણ પ્રશંસા કરી અને કહ્યું કે વિરાટ આ વર્લ્ડ કપનો હકદાર છે.



Google NewsGoogle News