એને એક શબ્દ ના કહેતાં નહીંતર...: કોહલી-ગાવસ્કર વિવાદમાં કૂદ્યો પૂર્વ સ્ટાર ખેલાડી
Image: Facebook
IPL 2024: વિરાટ કોહલીએ IPL 2024માં 700થી વધુ રન બનાવ્યા. તેણે આ લીગના ઈતિહાસમાં બીજી વખત 700 પ્લસ સ્કોર કર્યો જે ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ છે. આ પહેલા વિરાટે વર્ષ 2016માં 900થી વધુ રન બનાવ્યા હતા. IPLની વર્તમાન સીઝનની શરૂઆતમાં RCBને 8માંથી 7 મેચમાં હાર મળી. આ દરમિયાન કોહલીની પણ ખૂબ ટીકા થઈ. વિરાટના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા. દિગ્ગજ સુનીલ ગાવસ્કરે પણ વિરાટની ખૂબ ટીકા કરી હતી અને તેના ઈન્ટેટ પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. હવે સાઉથ આફ્રિકાનો દિગ્ગજ એબી ડિવિલિયર્સ પણ આ વિવાદમાં કૂદી પડ્યો છે. ડિવિલિયર્સનું કહેવું છે કે વિરાટ વિશે આ પ્રકારની વાતો કરવી યોગ્ય નથી કેમ કે બાદમાં તે વધુ ખૂંખાર થઈ જાય છે.
એબી ડિવિલિયર્સે વાતચીતમાં વિરાટ કોહલી વિરુદ્ધ રમેલા વિતેલા દિવસોને યાદ કર્યા. તેણે કહ્યું કે જ્યારે હુ વિરાટ કોહલી સામે રમતો હતો ત્યારે હુ પોતાના સાથી ખેલાડીઓને એ કહેતો હતો કે તે વિરાટ કોહલી સામે રમતો હતો ત્યારે હુ પોતાના સાથી ખેલાડીઓને એ કહેતો હતો કે તે વિરાટ કોહલીને કંઈ ના કહે. એવું એટલા માટે કેમ કે જો આજે તેને છેડીશું તો તે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવા પર વિવશ થઈ જાય છે.
ડિવિલિયર્સે વિરાટ વિશે કહી આ વાત
એબી ડિવિલિયર્સે કહ્યું, 'વિરાટ કોહલી જેવા દેશના રોલ મોડલ સામે જ્યારે આ પ્રકારની વાતો થાય છે તો ખૂબ દુ:ખ થાય છે. જ્યાં સુધી હું તેને જાણુ છુ. મે પહેલા પણ પોતાના શો માં તેનો ઉલ્લેખ કર્યો છે. તમને કદાચ એ નહીં ખબર હોય કે જ્યારે તેની ટીકા થાય છે તો શું થાય છે. હુ તેની સામે વર્ષો સુધી રમ્યો છુ. હુ પોતાની ટીમના સાથી ખેલાડીઓ સાથે ટીમ રૂમમાં એ કહેતો હતો કે પિચ પર તમે એક પણ શબ્દ વિરાટ કોહલીને ના બોલો. જો તમે તેને કંઈ બોલશો તો તે સેન્ચ્યુરી ફટકારી દેશે. મને લાગે છે કે ટીકાથી તે પ્રેરિત થાય છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.'
કોહલીએ IPL 2024માં 741 રન બનાવ્યા
વિરાટ કોહલીએ IPLની આ સીઝનમાં 15 મેચમાં સૌથી વધુ 741 રન બનાવ્યા. તેણે એક સદી અને 5 અડધી સદી ફટકારી. કોહલી ઓરેન્જ કેપની રેસમાં પહેલા નંબરે છે. તેણે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે IPL કરિયરના 8000 રન પણ પૂરા કર્યા. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે દુનિયાના પહેલા બેટ્સમેન છે. વિરાટ સિવાય IPL માં 8 હજાર તો દૂરની વાત કોઈ અન્ય બેટ્સમેન 7000 રન પણ બનાવી શક્યા નથી.