Get The App

'હવે હોટલના રૂમમાં જઈને બેસી ના રહો, પ્રેક્ટિસ કરો...', ભારતીય ખેલાડીઓને ગાવસ્કરની સલાહ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
India vs australia


India Vs Australia Test Match: ભારતીય કપ્તાન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ભારતીય ક્રિકેટરોએ નિર્ધારિત સમયના બે દિવસ પહેલાં સમાપ્ત થઈ ગયેલી એડિલેડ ટેસ્ટ મેચની પ્રથમ મેચનો લાભ લેવો જોઈએ. ગાવસ્કરે ભારતીય ક્રિકેટરોને આ બે દિવસનો ઉપયોગ પ્રેક્ટિસ પાછળ કરવા સલાહ આપી છે.

ગવાસ્કરે ટીમ ઈન્ડિયાને કૌશલ્યને નિખારવા માટે કિંમતી સમય વેડફવો એ યોગ્ય નથી. ખેલાડીઓને ટીમ પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા દર્શાવવાની માંગ કરી હતી. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 10 વિકેટે ખરાબ રીતે પરાજય થયો હતો. આ સાથે પાંચ મેચોની સિરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. પિંક બોલની બીજી ટેસ્ટ ત્રણ દિવસમાં પૂરી થઈ હતી.

નિરાશ થવાને બદલે મહેનત કરો

ગાવસ્કરે જણાવ્યું હતું કે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી શરૂ થવાની છે ત્યાંની પરિસ્થિતિઓને અનુરૂપ તૈયારી કરવા અને એડજસ્ટ થવા હવે ભારત પાસે બે વધારાના દિવસો છે. આ સિરીઝને ત્રણ મેચની સિરિઝ માનો, ભૂલી જાઓ કે આ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી હતી. હું ઈચ્છું છું કે આ સમયનો સદોપયોગ કરતાં ભારતીય ટીમ નિરાશ થવાના બદલે પ્રેક્ટિસ પર ધ્યાન આપે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

હોટલમાં બેસી ન રહો, ક્રિકેટ રમો

તમે તમારા હોટલના રૂમમાં કે ગમે ત્યાં બેસી શકતા નથી કારણ કે તમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છો. તમારે આખો દિવસ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે સવાર કે બપોરના સમયે પ્રેક્ટિસ કરી શકો છો, તમે ગમે તે સમય પસંદ કરો, પરંતુ આ દિવસો બગાડો નહીં. જો ટેસ્ટ મેચ પાંચ દિવસ ચાલી હોત તો તમે અહીં ટેસ્ટ મેચ રમી રહ્યા હોત.

આ પણ વાંચોઃ પંતે વધુ પૈસા કમાવા દિલ્હી કેપિટલ્સ સાથે છેડો ફાડ્યો, ગાવસ્કરની કોમેન્ટને વધુ એક દિગ્ગજનો ટેકો

બોલર્સમાં તાલમેળનો અભાવ

ગાવસ્કરના મતે ભારતીય બોલર્સ હજુ  મેદાનમાં સેટ થઈ શક્યા નથી. તેમનામાં તાલમેળનો અભાવ જોવા મળ્યો છે. કેટલાક અન્ય ખેલાડીઓને મીડલ ઓર્ડરમાં પ્રેક્ટિસની જરૂર છે. વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન અંગે નિર્ણયો કેપ્ટન કે કોચ દ્વારા લેવા જોઈએ, ખેલાડીઓ દ્વારા નહીં. 

ઓસ્ટ્રેલિયામાં 32 દિવસ પસાર કરવાના છે

વધુમાં જણાવ્યું હતું કે, 'ભારતીય ક્રિકેટને એવા લોકોની જરૂર છે જે તેને સંપૂર્ણપણે સમર્પિત હોય. ભારત માટે રમવું સન્માનની વાત છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં 57 દિવસ પસાર કરવાના છે. આ 57 દિવસની મેચમાંથી, જો તમે પાંચ મેચની ગણતરી કરો તો તમારી પાસે 32 દિવસ બાકી છે. તેમાં પર્થમાં વધારાનો એક દિવસ, જ્યારે એડિલેડમાં બે દિવસનો આરામ મળ્યો છે, જેને વ્યર્થ જવા દેવાના બદલે પ્રેક્ટિસ કરવા અપીલ કરૂ છુ. તમામ ખેલાડીઓએ અભ્યાસ કરવાની જરૂર છે.'


'હવે હોટલના રૂમમાં જઈને બેસી ના રહો, પ્રેક્ટિસ કરો...', ભારતીય ખેલાડીઓને ગાવસ્કરની સલાહ 2 - image


Google NewsGoogle News