Get The App

IPL 2024: શું ખરેખર કે એલ રાહુલે કેપ્ટનશીપ ગુમાવવી પડશે? લખનૌની ટીમમાં અધિકારીએ કરી સ્પષ્ટતા

Updated: May 10th, 2024


Google NewsGoogle News
IPL 2024: શું ખરેખર કે એલ રાહુલે કેપ્ટનશીપ ગુમાવવી પડશે? લખનૌની ટીમમાં અધિકારીએ કરી સ્પષ્ટતા 1 - image


Image: Facebook

KL Rahul: IPL 2024 સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ડગમગતી નજર આવી રહી છે. બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે લખનૌ સુપર જાયન્ટ્સની હાર બાદ સતત કેએલ રાહુલની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ શરમજનક હાર બાદ હવે કેએલ રાહુલ કેપ્ટનશિપ છોડી દેશે. અન્ય મેચ માટે નિકોલસ પૂરનને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. 

પરંતુ હવે આ તમામ રિપોર્ટ્સને લખનૌ ટીમ મેનેજમેન્ટના એક સીનિયર અધિકારીએ ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અમે અત્યારે કેપ્ટનને હટાવવા વિશે બિલકુલ પણ વિચારી રહ્યાં નથી. અમારી પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. તેની પર ફોકસ કરી રહ્યાં છીએ.

કેપ્ટનશિપમાં પરિવર્તનનો કોઈ સવાલ જ નહીં

અધિકારીએ કહ્યું, 'અમે શા માટે અમારા કેપ્ટનને પદ પરથી હટવા માટે કહીશું અને આવુ કરવાની જરૂર જ શું છે? અમે અમારી આગામી મેચ વિશે વિચારી રહ્યાં છીએ. કેપ્ટનશિપમાં પરિવર્તનનો કોઈ સવાલ જ નથી'. તેમણે કહ્યું,'જુઓ ઘણી ટીમ તો 10માં અને 9માં નંબરે છે તેમ છતાં તે કેપ્ટનશિપમાં પરિવર્તન વિશે વિચારી રહી નથી. તો અમે શા માટે આ વિશે વિચારીએ? અમારી પાસે હજુ પણ પ્લેઓફની તક છે કેમ કે અમે છઠ્ઠા નંબરે છીએ. દરેક ટીમનો ખરાબ દિવસ હોય છે કે કેપ્ટનશિપ નબળી હોઈ શકે છે. તેનો અર્થ એ નથી કે નેતૃત્વમાં જ પરિવર્તન કરી દેવામાં આવે'.

રાહુલ કેપ્ટનશિપ છોડી દેશે?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હી કેપિટલ્સ સામે આગામી મેચ પહેલા 5 દિવસનો બ્રેક છે. હાલ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ સમજાઈ રહ્યું છે કે જો રાહુલ બાકી રહેલી બે મેચમાં માત્ર પોતાની બેટિંગ પર ધ્યાન આપે તો મેનેજમેન્ટને કોઈ તકલીફ પડશે નહીં. આગામી મેચ પહેલા રાહુલ કેપ્ટનશિપ છોડી શકે છે. 

કેએલ રાહુલ 17 કરોડ રૂપિયાના કરાર સાથે 2022 સિઝનમાં લખનૌ ટીમ સાથે જોડાયો હતો. ત્યારે આ ટીમની તે પહેલી સિઝન હતી. પરંતુ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે 2025માં થનારા IPL મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝી કેએલ રાહુલને રિલીઝ કરી શકે છે.

LSG ટીમના માલિક સંજીવ પણ નારાજ જોવા મળ્યા

લખનૌ સામે બુધવારે થયેલી મેચમાં સનરાઈઝર્સના ઓપનર્સ ટ્રેવિસ હેડે 30 બોલ પર 89 રન અને અભિષેક શર્માએ 28 બોલ પર 75 રન બનાવ્યાં હતાં. જેના દમ પર 58 બોલ પર 166 રનના ટાર્ગેટને પ્રાપ્ત કરી લેવાયો હતો. આ હાર બાદ લખનૌ ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયંકાની રાહુલની સાથે નારાજગીમાં વાત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 


Google NewsGoogle News