યોકોવિચની કેરિયર ગોલ્ડન સ્લેમનું સ્વપ્ન 16 વર્ષે પૂર્ણ
ટેનિસ જગતના મહાન ખેલાડી તરીકે વિક્રમોની વણઝાર સર્જનારા સર્બિયાના દિગ્ગજ ખેલાડી યોકોવિચે પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સમાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે કારકિર્દીની 'ગોલ્ડન સ્લેમ' સિદ્ધિ ૧૬ વર્ષના ઈંતજાર બાદ પૂર્ણ કરી હતી. આ સાથે તેણે 'ગોલ્ડન સ્લેમ'ની સિદ્ધિ ધરાવતા સ્ટેફી ગ્રાફ, એન્ડ્રે અગાસી, રફેલ નડાલ અને સેરેના વિલિયમ્સની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. જે ખેલાડી કારકિર્દીમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતે તેણે કેરિય ગોલ્ડન સ્લેમ મેળવ્યું છે, તેમ કહેવાય. અલબત્ત, આખા વર્ષ દરમિયાન યોકોવિચ એક પણ ગ્રાન્ડ સ્લેમ જીતી શક્યો નહતો. તે એકમાત્ર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશ્યા બાદ અલકારાઝ સામે હારી ગયો હતો.