OTT પર IND vs SA ફાઇનલ જોનારા યુઝર્સની સંખ્યાનો પણ રેકોર્ડ બન્યો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
OTT પર IND vs SA ફાઇનલ જોનારા યુઝર્સની સંખ્યાનો પણ રેકોર્ડ બન્યો 1 - image


T20 World Cup 2024: સાઉથ આફ્રિકાને હરાવીને 17 વર્ષ બાદ ફરી T20 વર્લ્ડકપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને દુનિયાભરમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ ફરી T20 વર્લ્ડકપનો ખિતાબ જીતીને ચેમ્પિયન બન્યું છે. ભારતે છેલ્લા 17 વર્ષમાં ત્રણ વર્લ્ડ કપ જીત્યા છે. જેમાં બે T20 અને એક ODI કપનો સમાવેશ થાય છે. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં બે ODI વર્લ્ડકપ અને બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. ભારત કુલ 4 વર્લ્ડકપ જીતનારી વિશ્વની ત્રીજી ક્રિકેટ ટીમ બની ગઈ છે.

આ અવસર પર ક્રિકેટ ચાહકો જોરદાર ઉજવણી કરી રહ્યા છે. સ્ટેડિયમમાં મેચ જોવી એ અલગ વાત છે પરંતુ ટીવી અને લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહેલા લોકો મોટી સંખ્યામાં નોંધાયા છે.

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું OTT પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જ્યાં 5.3 કરોડ લોકો એક સાથે મેચ જોઈ રહ્યા હતા. 

સમગ્ર ટૂર્નામેન્ટમાં OTT ફાઈનલ મેચ જોનારા યુઝર્સની સંખ્યા સૌથી વધુ છે. તેમણે વધુમાં કહ્યું કે, તે ભારતીય ક્રિકેટ ચાહકોનો જુસ્સો છે જેના કારણે અમે લાઇવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યા છીએ. આ જીત 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ ચેમ્પિયનની વાપસી અને 2013 પછીની પ્રથમ ICC ટ્રોફી છે.

ટીમ ઈન્ડિયાની જીત બાદ ડિઝની + હોટસ્ટારે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી એક લાંબો લેખ પણ લખ્યો હતો. Disney+Hotstar એ લખ્યું કે, એવું કહેવાય છે કે સમયની સાથે બધું સારું થઈ જાય છે અને આવું થયું પણ...19 નવેમ્બર 2023 ના રોજ, કરોડો ભારતીય ચાહકોનું હૃદય તૂટી ગયું હતું. પરંતુ 29મી જૂન 2024, લોકો ફરીથી આત્મવિશ્વાસ સાથે ઉજવણી કરી રહ્યા છે.


Google NewsGoogle News