Get The App

સીધેસીધું બોલોને કે રોહિત શર્માને કાઢી મૂક્યો: બુમરાહ પર ભડક્યો દિગ્ગજ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News

:સીધેસીધું બોલોને કે રોહિત શર્માને કાઢી મૂક્યો: બુમરાહ પર ભડક્યો દિગ્ગજ 1 - image

Image: Facebook

Mark Taylor Reacts on Jasprit Bumrahs Statement: રોહિત શર્માના પ્લેઇંગ ઇલેવનથી બહાર થવાની ચર્ચા જોરો પર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રોહિત રમવા ઉતર્યો નહીં. રોહિતના બદલે ટોસ માટે જસપ્રીત બુમરાહ આવ્યો. બુમરાહે ટોસના સમયે કહ્યું કે 'રોહિતે પોતે જ આ ટેસ્ટથી બહાર થવાનો નિર્ણય લીધો છે. ભારતીય ફાસ્ટ બોલરે ક્યાંક ને ક્યાંક રોહિતનો બચાવ કર્યો અને કહ્યું કે તેને આરામ આપવામાં આવ્યો છે.' બુમરાહનું આ નિવેદન ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માર્ક ટેલરને પસંદ આવ્યું નહીં. ટેલરે કહ્યું કે 'સીધેસીધું બોલોને કે ખરાબ ફોર્મના કારણે રોહિતને ટીમમાંથી કાઢી મૂકાયો છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું કે આરામની વાત કહીને મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી.'

માર્ક ટેલરે કહ્યું, 'ઇમાનદારીથી કહું તો આ મુદ્દા પરથી ભટકાવવા જેવું છે. અહીં હકીકતમાં એવું છે કે કોઈ પણ દેશનો કૅપ્ટન સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ કે કોઈ સીરિઝની નિર્ણાયક મેચથી પોતાને બહાર રાખવાનો નિર્ણય કરતો નથી. તેને ડ્રોપ કરવામાં આવ્યો છે. મને ખબર પડતી નથી કે એવું કેમ કહેવામાં આવી રહ્યું નથી કે રોહિતને ટીમમાંથી કાઢી મૂકાયો છે.'

આ પણ વાંચો: રોહિત શર્માએ આરામ કરવાનું નક્કી કર્યું, આમાં કોઈ સ્વાર્થ નથી: કેપ્ટન જસપ્રીત બુમરાહની પ્રતિક્રિયા

બુમરાહે આરામ આપવાની વાત કહી

જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો જ્યારે કૅપ્ટન રોહિત શર્માએ મેચથી 'પોતાને આરામ આપવાનો' નિર્ણય લીધો. બુમરાહે કહ્યું, 'અમારા કૅપ્ટને નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપતાં આ મેચથી પોતાને આરામ આપ્યો છે. શુભમન ગિલને લાસ્ટ ઇલેવનમાં સ્થાન મળ્યું છે જ્યારે ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સીરિઝમાં પહેલી વખત તક મળી છે. ગિલે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રોહિતનું સ્થાન લઈ લીધું છે જ્યારે કૃષ્ણાને ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને ઉતારવામાં આવ્યો છે.

ખરાબ ફોર્મના કારણે રોહિતને બહાર કરવામાં આવ્યો

માર્ક ટેલરે કહ્યું, 'આનો અર્થ એ નથી કે તેને હંમેશા માટે ટીમથી બહાર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તે આ ટેસ્ટથી બહાર થયો છે કેમ કે તે અત્યારે ફોર્મમાં નથી. આને જ પ્રોફેશનલ રમત કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ હરફનમૌલા બ્યૂ વેબસ્ટરને ડેબ્યુની તક આપી છે જેણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મિચેલ માર્શનું સ્થાન લીધું. વેબસ્ટરને પૂર્વ ક્રિકેટર માર્ક વો એ બેગી ગ્રીન કેપ આપી. ભારતને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે રાખવા માટે આ ટેસ્ટ જીતવી પડશે જ્યારે ઓસ્ટ્રેલિયાને સીરિઝ જીતવા માટે માત્ર ડ્રો ની જરૂર છે.


Google NewsGoogle News