દીપા કરમાકરની નિવૃત્તિ
વર્ષ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં પ્રોડુનોવા વોલ્ટની ઈવેન્ટને સફળતાપૂર્વક પાર પાડીને આગવો ઈતિહાસ રચી દેનારી ભારતની મહિલા જીમ્નાસ્ટ દીપા કરમાકરે ૨૦૨૪માં જ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતુ. માત્ર ૦.૧૫ પોઈન્ટ્સના અંતરને કારણે ઓલિમ્પિક ચંદ્રક ચૂકી જનારી દીપા સૌથી મુશ્કેલ અને જીવ માટે જોખમી ગણાતા પ્રોડુનોવા વોલ્ટમાં આગવું પ્રભુત્વ ધરાવતી વિશ્વની પાંચ જીમ્નાસ્ટમાં સ્થાન પામી ચૂકી છે.