ટી 20 વર્લ્ડકપમાં હવે આ ભૂમિકા ભજવતો દેખાશે દિનેશ કાર્તિક, ICCએ કરી જાહેરાત

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ટી 20 વર્લ્ડકપમાં હવે આ ભૂમિકા ભજવતો દેખાશે દિનેશ કાર્તિક, ICCએ કરી જાહેરાત 1 - image


Image: Facebook

T20 World Cup 2024: ICC ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતને હવે થોડો સમય બાકી છે. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી લઈને 29 જૂન સુધી યુએસએ અને વેસ્ટઈન્ડિઝમાં રમાશે. ટી20 વર્લ્ડ કપ માટે ICC પણ પૂરી તૈયારીમાં લાગી ચૂક્યું છે. હવે આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે.

દિનેશ કાર્તિક વર્લ્ડ કપમાં એન્ટ્રી કરશે

40 સભ્યની કોમેન્ટ્રી પેનલમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ સ્થાન મળ્યું છે. કાર્તિકે વર્તમાન આઈપીએલ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિનેશ કાર્તિકને લઈને એ સમાચાર ચાલી રહ્યા છે કે હવે તે IPLની આગામી સીઝનમાં તે ભાગ લેશે નહીં. રાજસ્થાન રોયલ્સ સામે મેચ બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને આરસીબીના પ્લેયરથી શુભકામનાઓ આપી હતી. જોકે, કાર્તિકે આઈપીએલથી સંન્યાસને લઈને પોતાની તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. 

દિનેશ કાર્તિક સિવાય કોમેન્ટ્રી પેનલમાં ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ વસીમ અકરમ, વકાર યૂનુસ અને રમીજ રાજા પણ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. પેનલમાં અમેરિકી કોમેન્ટેટર જેમ્સ ઓ'બ્રાયનને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ટી20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલ

દિનેશ કાર્તિક (ભારત), ડેની મોરિસન (ન્યૂઝીલેન્ડ), ઈયાન બિશપ (વેસ્ટઈન્ડિઝ), હર્ષ ભોગલે (ભારત), રવિ શાસ્ત્રી (ભારત), શોન પોલક (સાઉથ આફ્રિકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા), નાસિર હુસૈન (ઈંગ્લેન્ડ), ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા), ઈયાન સ્મિથ (ન્યૂઝીલેન્ડ), ડેલ સ્ટેઈન (સાઉથ આફ્રિકા), એલન વિલ્કિન્સ (ઈંગ્લેન્ડ), વકાર યુનુસ (પાકિસ્તાન), ઇયાન વોર્ડ (ઈંગ્લેન્ડ), લિસા સ્ટાલેકર (ઓસ્ટ્રેલિયા), વસીમ અકરમ (પાકિસ્તાન), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), માઇક એથર્ટન (ઈંગ્લેન્ડ), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટઈન્ડિઝ), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), સાઈમન ડૂલ (ન્યૂઝીલેન્ડ), આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), ડેરેન ગંગા (વેસ્ટ ઈન્ડિઝ), સુનીલ ગાવસ્કર (ભારત), નતાલી જર્મનોસ (સાઉથ આફ્રિકા), મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા), માઈક હેસમેન (ઓસ્ટ્રેલિયા), જેમ્સ ઓ બ્રાયન (યુએસએ), કેટી માર્ટિન (ન્યૂઝીલેન્ડ), પોમી મબંગ્વા (ઝિમ્બાબ્વે), ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા), ઈયોન મોર્ગન (ઈંગ્લેન્ડ), એલિસન મિચેલ (ઈંગ્લેન્ડ), બ્રાયન મુર્ગટ્રોયડ (નેધરલેન્ડ્સ), કાસ નાયડૂ (સાઉથ આફ્રિકા), નિયાલ ઓ બ્રાયન (આયર્લેન્ડ), એબોની રેનફોર્ડ-બ્રેંટ (ઈંગ્લેન્ડ), રમીજ રાજા (પાકિસ્તાન).

ટી20 વર્લ્ડ કપ 2024નું ગ્રૂપ

ગ્રૂપ એ - ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ

ગ્રૂપ બી - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન

ગ્રૂપ સી- ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યૂ ગિની

ગ્રૂપ ડી- સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નેપાળ.

ટી20 વર્લ્ડ કપની તમામ 55 મેચનો શેડ્યૂલ

1. શનિવાર, 1 જૂન – યુએસએ vs કેનેડા, ડલ્લાસ

2. રવિવાર, 2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs પાપુઆ ન્યુ ગિની, ગુયાના

3. રવિવાર, 2 જૂન – નામિબિયા vs ઓમાન, બાર્બાડોસ

4. સોમવાર, 3 જૂન – શ્રીલંકા vs દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક

5. સોમવાર, 3 જૂન – અફઘાનિસ્તાન vs યુગાન્ડા, ગુયાના

6. મંગળવાર, 4 જૂન – ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, બાર્બાડોસ

7. મંગળવાર, 4 જૂન – નેધરલેન્ડ vs નેપાળ, ડલ્લાસ

8. બુધવાર, 5 જૂન – ભારત vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક

9. બુધવાર, 5 જૂન – પાપુઆ ન્યુ ગિની vs યુગાન્ડા, ગુયાના

10. બુધવાર, 5 જૂન – ઓસ્ટ્રેલિયા vs ઓમાન, બાર્બાડોસ

11. ગુરુવાર, 6 જૂન – યુએસએ vs પાકિસ્તાન, ડલ્લાસ

12. ગુરુવાર, 6 જૂન – નામિબિયા vs સ્કોટલેન્ડ, બાર્બાડોસ

13. શુક્રવાર, 7 જૂન – કેનેડા vs આયર્લેન્ડ, ન્યૂ યોર્ક

14. શુક્રવાર, 7 જૂન- ન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાન, ગુયાના

15. શુક્રવાર, 7 જૂન – શ્રીલંકા vs બાંગ્લાદેશ, ડલ્લાસ

16. શનિવાર, 8 જૂન – નેધરલેન્ડ vs દક્ષિણ આફ્રિકા, ન્યુ યોર્ક

17. શનિવાર, 8 જૂન – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, બાર્બાડોસ

18. શનિવાર, 8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs યુગાન્ડા, ગુયાના

19. રવિવાર, 9 જૂન – ભારત vs પાકિસ્તાન, ન્યૂયોર્ક

20. રવિવાર, 9 જૂન – ઓમાન vs સ્કોટલેન્ડ, એન્ટિગુઆ

21. સોમવાર, 10 જૂન – દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ, ન્યૂ યોર્ક

22. મંગળવાર, જૂન 11 – પાકિસ્તાન vs કેનેડા, ન્યૂયોર્ક

23. મંગળવાર, 11 જૂન – શ્રીલંકા vs નેપાળ, ફ્લોરિડા

24. મંગળવાર, 11 જૂન– ઓસ્ટ્રેલિયા vs નામિબિયા, એન્ટિગુઆ

25. બુધવાર, 12 જૂન – યુએસએ vs ભારત, ન્યુ યોર્ક

26. બુધવાર, 12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ

27. ગુરુવાર, 13 જૂન – ઈંગ્લેન્ડ vs ઓમાન, એન્ટિગુઆ

28. ગુરુવાર, 13 જૂન – બાંગ્લાદેશ vs નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ

29. ગુરુવાર, 13 જૂન – અફઘાનિસ્તાન vs પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ

30. શુક્રવાર, 14 જૂન – યુએસએ vs આયર્લેન્ડ, ફ્લોરિડા

31. શુક્રવાર, 14 જૂન – દક્ષિણ આફ્રિકા vs નેપાળ, સેન્ટ વિન્સેન્ટ

32. શુક્રવાર, 14 જૂન – ન્યુઝીલેન્ડ vs યુગાન્ડા, ત્રિનિદાદ

33. શનિવાર, 15 જૂન – ભારત vs કેનેડા, ફ્લોરિડા

34. શનિવાર, 15 જૂન – નામિબિયા vs ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ

35. શનિવાર, 15 જૂન – ઓસ્ટ્રેલિયા vs સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા

36. રવિવાર, 16 જૂન – પાકિસ્તાન vs આયર્લેન્ડ, ફ્લોરિડા

37. રવિવાર, જૂન 16 – બાંગ્લાદેશ vs નેપાળ, સેન્ટ વિન્સેન્ટ

38. રવિવાર, 16 જૂન – શ્રીલંકા vs નેધરલેન્ડ, સેન્ટ લુસિયા

39. સોમવાર, 17 જૂન – ન્યુઝીલેન્ડ vs પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ

40. સોમવાર, 17 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા

41. બુધવાર, જૂન 19 – A2 vs D1, એન્ટિગુઆ

42. બુધવાર, 19 જૂન – B1 vs C2, સેન્ટ લુસિયા

43. ગુરુવાર, 20 જૂન – C1 vs A1, બાર્બાડોસ

44. ગુરુવાર, 20 જૂન – B2 vs D2, એન્ટિગુઆ

45. શુક્રવાર, 21 જૂન – B1 vs D1, સેન્ટ લુસિયા

46. ​​શુક્રવાર, 21 જૂન – A2 vs C2, બાર્બાડોસ

47. શનિવાર, 22 જૂન – A1 vs D2, એન્ટિગુઆ

48. શનિવાર, 22 જૂન – C1 vs B2, સેન્ટ વિન્સેન્ટ

49. રવિવાર, 23 જૂન – A2 vs B1, બાર્બાડોસ

50. રવિવાર, 23 જૂન  – C2 vs D1, એન્ટિગુઆ

51. સોમવાર, 24 જૂન – B2 vs A1, સેન્ટ લુસિયા

52. સોમવાર, 24 જૂન – C1 vs D2, સેન્ટ વિન્સેન્ટ

53. બુધવાર, 26 જૂન – સેમી 1, ગુયાના

54. ગુરુવાર, 27 જૂન – સેમી 2, ત્રિનિદાદ

55. શનિવાર, 29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ


Google NewsGoogle News