Get The App

સારું થયું ધોનીએ છગ્ગો માર્યો, તેના લીધે જ અમે જીતી ગયા : RCB ખેલાડી દિનેશ કાર્તિક

Updated: May 19th, 2024


Google NewsGoogle News
સારું થયું ધોનીએ છગ્ગો માર્યો, તેના લીધે જ અમે જીતી ગયા : RCB ખેલાડી દિનેશ કાર્તિક 1 - image


MS Dhoni Culprit of CSK Defeat : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર થઈ હતી. આ હાર સાથે જ ચેન્નઈની સફર અહીં જ પૂરી થઈ ગઈ હતી. બેંગ્લોરની જીત બાદ આરસીબીના ખેલાડી દિનેશ કાર્તિકે ધોનીના છગ્ગાને લઈને નિવેદન આપ્યું હતું, જેની હાલ ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. કાર્તિકે કહ્યું હતું કે 'સારુ થયું ધોનીએ છગ્ગો માર્યો, તેના લીધે જ અમે મેચ જીતી ગયા.' તો ચાલો જાણીએ દિનેશ કાર્તિકે આવું કેમ કહ્યું.....

બેંગ્લોરનો 27 રનથી વિજય થયો

મેચમાં RCBએ CSKને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ચેન્નઈને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવા માટે માત્ર 201 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 191 રન જ બનાવી શકી અને ટાર્ગેટ ચેઝ કરી શકી ન હતી. આ સાથે જ ચેન્નઈને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ અને બેંગ્લોરની મેચ રોમાંચક રહી હતી અને છેલ્લી ઓવર સુધી મેચ ગઈ હતી. ધોનીએ છેલ્લા સુધી ટીમને જીતાડવા પ્રયત્ન કર્યો પણ તે ટીમને જીતાડી શક્યો ન હતો. 

RCB ક્યારથી બોલ બદલવાની માંગ કરી રહ્યું હતું?

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી મેચમાં ઘણા સમયથી અમ્પાયરોને બોલ બદલવાની માંગ કરી રહ્યા હતા. નોંધનીય છે કે મેચની શરૂઆત દરમિયાન આવેલા વરસાદને કારણે જ્યારે પણ બોલ બાઉન્ડ્રીની બહાર જતો હતો ત્યારે બોલ ભીનો થઈ જતો હતો. આવી સ્થિતિમાં બોલરોને બોલને પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. બોલ ભીનો હોવાને કારણે લોકી ફર્ગ્યુસને પણ બે બીમર માર્યા હતા. 

આ રીતે બેંગ્લોરની ટીમને ફાયદો થયો

ધોનીએ યશ દયાલના પ્રથમ બોલ પર એવો ગગનચૂંબી છગ્ગો ફટકાર્યો કે બોલ જ ખોવાઈ ગયો હતો, જેના કારણે બોલને બદલાવવો પડ્યો હતો. આનાથી આરસીબીની ટીમનો ફાયદો થયો હતો. આ પછી યશ દયાલે પછીના પાંચ બોલ ધીમી ગતિથી ફેંક્યા હતા. ભીનો બોલ ન હોવાથી બોલ પકડવામાં કોઈ મુશ્કેલી પડી રહી ન હતી. જેથી બેંગ્લોરને ફાયદો પહોંચ્યો હતો. આરસીબીના વિકેટ કીપર બેટર દિનેશ કાર્તિકે પણ સ્વીકાર્યું હતું કે 'ધોનીના છગ્ગાએ ગેમ જ ચેન્જ કરી નાખી હતી. કાર્તિકે આરસીબી ડ્રેસિંગ રૂમમાં કહ્યું કે, 'આજે સૌથી સારી બાબત એ હતી કે ધોનીએ બોલને મેદાનની બહાર પહોંચાડી દીધો હતો, પછી અમને (ટીમને) નવો બોલ મળ્યો જેનાથી બોલિંગ કરવાનું સરળ બન્યું હતું.'


Google NewsGoogle News