Get The App

IPLથી સંન્યાસ લીધા બાદ ફરી ટી20 મેચોમાં દિનેશ કાર્તિકની વાપસી, આ ફ્રેન્ચાઇઝીનો બન્યો હિસ્સો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
IPLથી સંન્યાસ લીધા બાદ ફરી ટી20 મેચોમાં દિનેશ કાર્તિકની વાપસી, આ ફ્રેન્ચાઇઝીનો બન્યો હિસ્સો 1 - image


Dinesh Karthik Returns To T20 Matches: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકે ગયા વર્ષે આઈપીએલમાં રમ્યા બાદ ટુર્નામેન્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા દિનેશ કાર્તિકેને ફ્રેન્ચાઇઝીએ ટીમનો બેટિંગ કોચ બનાવ્યો હતો. હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિનેશ કાર્તિકને મંગળવારે પાર્લ રોયલ્સ દ્વારા SA20ની ત્રીજી સીઝન માટે કરાર કર્યો હતો. આવતા વર્ષે 9 જાન્યુઆરીથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકાની T20 ક્રિકેટ લીગમાં જોડાનાર તે પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે.

આ પણ વાંચો: આ પણ વાંચો: ક્રિકેટ વર્લ્ડ કપ 2027 પછી ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન કોણ?, પૂર્વ ભારતીય કોચે વટાણા વેરી દીધા

લાંબા સમય સુધી આઈપીએલમાં રમનાર કાર્તિકે આ વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા તેને મેન્ટર કમ બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો. ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 180 મેચ રમનાર કાર્તિકે કહ્યું હતું કે, 'મારી પાસે દક્ષિણ આફ્રિકામાં રમવાની અને ત્યાં જવાની ઘણી યાદો છે. જ્યારે આ તક મને મળી ત્યારે હું ના કહી શક્યો નહીં કારણ કે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા આવવું અને રોયલ્સ સાથેની આ અવિશ્વસનીય સ્પર્ધા જીતવી ખૂબ જ ખાસ હશે. હું પાર્લ રોયલ્સ ટીમ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું, જે ટીમ ઘણો અનુભવ, ગુણવત્તા અને ક્ષમતા ધરાવે છે, તેમાં હું ચોક્કસપણે જોડાઇને એક રોમાંચક સીઝનમાં મારું યોગદાન આપવા માટે આતુર છું.'

કાર્તિકે છેલ્લી T20 મેચ આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી હતી. તેમને એ સીઝનમાં 14 મેચમાં 187.36ના સ્ટ્રાઈક રેટથી 326 રન કર્યા હતા. કાર્તિકે ભારત માટે છેલ્લો મેચ 2022માં ઓસ્ટ્રેલિયામાં થયેલા T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે રમ્યો હતો.

IPLથી સંન્યાસ લીધા બાદ ફરી ટી20 મેચોમાં દિનેશ કાર્તિકની વાપસી, આ ફ્રેન્ચાઇઝીનો બન્યો હિસ્સો 2 - image


Google NewsGoogle News