ધોની પહેલા ડેબ્યૂ કરનાર આ સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ! અમદાવાદમાં ફેન્સ અને ટીમે આપી ભાવુક વિદાય
Image Source: Twitter
Dinesh Karthik IPL Retirement: દિનેશ કાર્તિકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. જોકે, દિનેશ કાર્તિક દ્વારા સંન્યાસનું એલાન કરવામાં નથી આવ્યું. પરંતુ લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન આ બાબતની જાણકારી આપવામાં આવી કે, દિનેશ કાર્તિકે IPLના સફરને વિરામ આપી દીધો છે. પોતાના 16 વર્ષના IPL સફરમાં કાર્તિક 6 IPL ટીમો તરફથી રમ્યો છે. કાર્તિકે એલિમિનેટર મેચ બાદ જે રીતે ટીમના સાથીઓને મળ્યો અને દર્શકોનું અભિવાદન કર્યું તેનાથી એ નક્કી થઈ ગયું છે કે, હવે કાર્તિકે IPL સફરને વિરામ આપી દીધો છે.
બુધવારે RCB IPL 2024 એલિમિનેટરમાં રાજસ્થાન સામે હાર્યા બાદ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે સંકેત આપ્યો કે, આ તેની છેલ્લી IPL મેચ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ (એલિમિનેટર) મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ દિનેશ કાર્તિક અંગે એ વાતની જાહેરાત કરવામાં આવી કે, તે IPL સફરને વિરામ આપી રહ્યો છે. દિનેશ કાર્તિકે આ દરમિયાન પોતાના કીપિંગ ગ્લવ્સ ઉતારી દીધા હતા, ચાહકોએ તેનું તાળીઓથી સ્વાગત કર્યું. સ્ટેડિયમમાં DK, DKના નારા પણ લગાવવામાં આવ્યા.
From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6
— IndianPremierLeague (@IPL) May 22, 2024
એલિમિનેટર મુકાબલામાં રોવમેન પોવેલે રાજસ્થાન માટે વિજયી રન બનાવ્યા બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકે વિરાટ કોહલીને ગળે લગાવ્યો. જોકે, કાર્તિકે ઓફિસિયલી IPLથી પોતાના સન્યાસની પુષ્ટિ નથી કરી. પરંતુ જિયો સિનેમા દ્વારા જે ફોટો અને IPL દ્વારા જે વીડિયો જારી કરવામાં આવ્યો તેના પરથી એ માનવામાં આવી રહ્યું છે કે, કાર્તિકે IPLમાંથી સંન્યાસ લઈ લીધો છે.
બીજી તરફ ધોનીએ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ ચેન્નાઈમાં શ્રીલંકા સામે 2005માં કર્યું હતું. ધોનીનું વન ડે ડેબ્યૂ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં હતું. જોકે, ટી20 ડેબ્યૂ ધોની અને ડીકેનું એક જ મેચમાં હતું, જે સાઉથ આફ્રિકા સામે રમાઈ હતી.
ધોની પહેલા કર્યું હતું ઈન્ટરનેશનલ ડેબ્યૂ
ધ્યાન આપવા જેવી બાબત છે કે, દિનેશ કાર્તિકનું ઈન્ટરનેશન ડેબ્યૂ ધોની કરતા પહેલા થયું હતું. દિનેશ કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ વન ડે ડેબ્યૂ 5 સપ્ટેમ્બર 2004ના રોજ ઈંગ્લેન્ડ સામે લોડ્સમાં કર્યું હતું. ડીકેએ ટી20 ડેબ્યૂ 1 ડિસેમ્બર 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં કર્યું હતું.
કાર્તિકનું IPL કરિયર
દિનેશ કાર્તિક IPLના શરૂઆતી સિઝનથી અત્યાર સુધી રમનાર ખેલાડીઓમાં સામેલ છે. તેણે 257 મેચોમાં 22 અડધી સદી ફટકારી 4,842 રન બનાવ્યા છે. કાર્તિક IPLના ઈતિહાસમાં ટોપ 10 રન બનાવનાર ખોલાડીઓમાં સામેલ છે. આ દરમિયાન કાર્તિકે 147 કેચ અને 37 સ્ટમ્પ પણ કર્યા છે.
દિનેશ કાર્તિકની IPL 2024ની સફર
કાર્તિકે ફરી એક વખત ફિનિશરની ભૂમિકા નિભાવતા IPL 2024ની 15 મેચોમાં 326 રન બનાવ્યા છે. કાર્તિકે પોતાના પ્રદર્શનથી ખુદને ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં પાછો લાવી દીધો હતો. ભારતના કેપ્ટન રોહિત શર્માએ અનુભવી વિકેટકીપર સાથે મેદાન પર રમૂજ કરતા કાર્તિકને એમ પણ કહ્યું હતું કે, ડીકે હજું વર્લ્ડ કપ રમવાનો છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.