Get The App

VIDEO: RCBના બેટરે IPL 2024નો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો, શોટ જોઈને તમે પણ ચોંકી જશો

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
VIDEO: RCBના બેટરે IPL 2024નો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો, શોટ જોઈને તમે પણ ચોંકી જશો 1 - image


IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં IPL ઈતિહાસના ઘણા જૂના રેકોર્ડ તૂટ્યા હતા. આ સાથે જ આ સિઝનની સૌથી લાંબી છગ્ગાનો રેકોર્ડ માત્ર બે કલાકમાં જ તૂટી ગયો હતો. મેચમાં દિનેશ કાર્તિકની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી અને માત્ર 35 બોલમાં 83 રન કર્યા હતા, જેમાં તેણે સાત છગ્ગા ફટકાર્યા હતા. આ સાતમાંથી એક છગ્ગો હવે આ સિઝનની સૌથી લાંબી છગ્ગા તરીકને રેકોર્ડ નોંધાઈ ગયો છે.

કાર્તિકના બેટમાંથી નિકળ્યો ગગનચુંબી છગ્ગો

RCB ટીમની ઇનિંગ દરમિયાન, દિનેશ કાર્તિકે 16મી ઓવરમાં ટી. નટરાજન સામે પેડ્સની લાઇનમાં ફેંકેલા બોલને ફ્લિક કરીને ડીપ ફાઇન લેગ બાઉન્ડ્રી તરફ ગગનચુંબી ફટકાર્યો હતો.આ છગ્ગો 108 મીટર લાંબો હતો. જે હવે IPL 2024નો સૌથી લાંબો છગ્ગો પણ બની ગયો છે. આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની ઇનિંગ દરમિયાન, હેનરિક ક્લાસેનના બેટમાંથી 106 મીટર લાંબો છગ્ગો પણ જોવા મળ્યો હતો, જે આઇપીએલ 2024નો સંયુક્ત રીતે સૌથી લાંબો છગ્ગો હતો, જો કે કાર્તિકે બે જ કલાકમાં જ તોડી નાખ્યો હતો. કાર્તિક આ સિઝનમાં સૌથી લાંબી સિક્સ મારનાર ખેલાડી બની ગયો છે. દિનેશ કાર્તિકે આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ તે પોતાની ઈનિંગથી ટીમને જીત તરફ લઈ જવામાં સફળ થઈ શક્યો નહોતો.

સૌથી વધુ રન બનાવવાના મામલે કાર્તિક 10માં સ્થાને પહોંચ્યો

IPL 2024માં દિનેશ કાર્તિકનું અત્યાર સુધી બેટથી શાનદાર ફોર્મ જોવા મળ્યું છે, જેમાં તે સતત પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમાયેલી તેની ઇનિંગ્સના આધારે કાર્તિક આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટરની યાદીમાં 10માં સ્થાને પહોંચી ગયો છે. કાર્તિકે અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં 75.33ની એવરેજથી 226 રન બનાવ્યા છે, જેમાં તેની સ્ટ્રાઇક રેટ 205.45ની જોવા મળી છે. આ સિઝનમાં અત્યાર સુધી કાર્તિકના બેટમાંથી 16 ચોગ્ગા અને 18 છગ્ગા જોવા મળ્યા છે.

VIDEO: RCBના બેટરે IPL 2024નો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો, શોટ જોઈને તમે પણ ચોંકી જશો 2 - image


Google NewsGoogle News