Get The App

'...તો આ મેદાનમાં મારી છેલ્લી મેચ હશે': RCBના સ્ટાર ખેલાડીએ આપ્યા ક્રિકેટથી સંન્યાસના સંકેત

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2024 પછી લીગ ક્રિકેટમાંથી લેશે નિવૃત્તિ

તેણે ખુદ CSK સામેની મેચ બાદ આ વાતનો કર્યો હતો ખુલાસો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
'...તો આ મેદાનમાં મારી છેલ્લી મેચ હશે': RCBના સ્ટાર ખેલાડીએ આપ્યા ક્રિકેટથી સંન્યાસના સંકેત 1 - image


Dinesh Karthik: IPL 2024ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક માટે ખાસ ન હતી. તેની ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ મેચમાં તેણે 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રનની શાનદાર ઇનિંગ રમી હતી. RCBનો આ અનુભવી પ્લેયર દિનેશ કાર્તિક IPL 2024 પછી આ લીગ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. સીએસકે સામેની મેચ બાદ તેણે પોતે આ ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા.

મને આશા છે કે પ્લેઓફ રમવા ચેપૌક પાછો આવીશ, પણ..

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં દિનેશ કાર્તિકને પૂછવામાં આવ્યું કે શું ચેપૌક સ્ટેડીયમમાં આ તમારી છેલ્લી આઈપીએલ મેચ હતી? આના પર દિનેશ કાર્તિકે કહ્યું, "વાસ્તવમાં હું પણ ઇચ્છું છું કે આ મેચ છેલ્લી ન હોય, કારણ કે અહીં પ્લેઓફ અને કેટલાક નોકઆઉટ થઈ શકે છે. મને આશા છે કે હું પાછો આવી શકીશ અથવા તો આ છેલ્લું હોઈ શકે. પણ, હા... મને લાગે છે કે આ છેલ્લું છે."

RCBની બેટિંગ આવી હતી

IPL 2024 ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અનુજ રાવત અને દિનેશ કાર્તિકની શાનદાર ઇનિંગ્સના આધારે RCBએ 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા. પરંતુ, CSKએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

'...તો આ મેદાનમાં મારી છેલ્લી મેચ હશે': RCBના સ્ટાર ખેલાડીએ આપ્યા ક્રિકેટથી સંન્યાસના સંકેત 2 - image


Google NewsGoogle News